Mukhy Samachar

News of Monday, 19th June, 2017

સેંસેક્સ ૨૫૫ પોઇન્ટ ઉછળી ૩૧૩૧૧ની ઉંચી સપાટી પર

સેંસેક્સ અને નિફ્ટી બેંક રેકોર્ડ ઉંચી સપાટીએ : બેડ ડેબ્ટની વિરુદ્ધ કાર્યવાહી કરવા આરબીઆઈએ કમર કસ્યા બાદ ચર્ચા : નિફ્ટી ૬૯ પોઇન્ટ ઉછળીને અંતે બંધ

   મુંબઇ,તા. ૧૯ : શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૫૫ પોઇન્ટ સુધરીને ૩૧૩૧૧ની ઉંચી સપાટીએ રહ્યો હતો. ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન સેંસેક્સ એક વખતે ૩૦૫ પોઇન્ટ ઉછળીને ૩૧૩૬૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બીજી બાજુ બ્રોડર માર્કેટમાં નિફ્ટી ૬૯ પોઇન્ટ ઉછળીને ૯૬૫૭ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી પણ એક વખતે ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન ૯૬૭૬ની સપાટીએ રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં નજીવા ફેરફારની સ્થિતિ જોવા મળી હતી. માર્કેટમાં એકંદરે સ્થિતિ હકારાત્મકથી નકારાત્મક રહી હતી. ૧૪૬૯ શેરમાં ઘટાડો અને ૧૨૦૦ શેરમાં તેજી રહી હતી. ૧૯૦ શેરમાં યથાસ્થિતિ રહી હતી. ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન બેંક નિફ્ટીમાં નવેસરથી લાઇફટાઈમ હાઈ ૨૩૮૦૦ની સપાટી રહી હતી. અંતે તેમાં ૨૩૮૪૨ની સપાટી રહી હતી. એક્સીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, કેનેરા બેંકમાં ૧-૨ ટકા વચ્ચેનો ઉછાળો નોંધાયો હતો. આરબીઆઈએ ૧૨ ડિફોલ્ટરોને ગયા સપ્તાહમાં ઓળખી કાઢ્યા હતા પરંતુ તેમના નામ હજુ સુધી જારી કરવામાં આવ્યા નથી. લોન ડિફોલ્ટરોને લઇને તેમની સામે બંકરબ્સી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકત્ે છે. ચીન અને હોંગકોંગના બજારમાં ઉછાળો નોધાયો હતો. શેરબજારમાં છેલ્લા કારોબારી સેસનમાં અંતે મંદી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૯ પોઇન્ટ ઘટીને ૩૧૦૫૬ની સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર માર્કેટમાં નિફ્ટી ૧૦ પોઇન્ટ સુધરીને ૯૫૮૮ની સપાટી પર રહ્યો હતો.બેંક ઓફ જાપાન દ્વારા નાણાંકીય નિતી સ્થિર રાખવામાં આવી છે.  મે મહિનામાં રિટેલ મોંઘવારી રેકોર્ડ નિચી સપાટીએ પહોંચી જતાં સામાન્ય લોકોને મોટી રાહત મળવાની શક્યતા દેખાઈ રહી છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો નોંધાવવાના કારણે મે પહોંચી ગયો છે. શાકભાજી અનેકઠોળની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રિટેલ ફુગાવો મે મહિનામાં ૨.૧૮ ટકાની ઓલટાઇમ નીચી સપાટીએ પહોંચી ગયો છે. સીપીઆઈ આધારિત રિટેલ ફુગાવો એપ્રિલ ૨૦૧૭માં ૨.૯૯ અને મે ૨૦૧૬માં ૫.૭૬ ટકા હતો.સોમવારના દિવસે જારી કરવામાં આવેલા રિટેલ ફુગાવાના આંકડા બાદ શાકભાજીના ભાવમાં ૧૩.૪૪ ટકા સુધીનો રેકોર્ડ ઘટાડો થયો છે. આવી જ રીતે કઠોળ અને પ્રોડક્ટની કિંમતમાં ૧૯.૪૫ ટકાનો ઘટાડો થયો છે . બીજી બાજુ ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થતાં હોલેસલ ફુગાવો મે મહિનામાં ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચી જતાં તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને મોટી રાહત થઇ છે. મે મહિનામાં ડબલ્યુપીઆઈ ફુગાવો ઘટીને ૨.૧૭ ટકા થઇ ગયો છે જે પાંચ મહિનાની સૌથી નીચી સપાટી છે. ફુગાવો અગાઉ ૩.૮૫ ટકા હતો. હાલમાં જ  ફ્યુઅલ ફુગાવો સતત ચોથા મહિનામાં ઘટ્યો છે. હોલસેલ ફુગાવો ઘટતા સામાન્ય લોકોને આગામી દિવસોમાં રાહત મળવાની શક્યતા દેખાઈ રહી છે.  આ મહિનાની શરૂઆતમાં જ રિઝર્વ બેંકે રેપોરેટ અને અન્ય ચાવીરુપ રેટ યથાવત રાખ્યા હતા. તમામ ચાવીરુપ રેટમાં સીઆરઆર, રિવર્સ રેપોરેટ, બેંકરેટ યથાવત રખાયા હતા.ગયા મહિનામાં પોલિસી બેઠકમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા રેટને યથાવત ૦.૭૫ ટકા અને એક ટકા વચ્ચે રાખવામાં આવ્યા હતા.

 (07:28 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો