Mukhy Samachar

News of Monday, 19th June, 2017

કાશ્મીર માટે મદદરુપ થવા મિડિયાને મખ્ખીની અપીલ

મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ મખ્ખી ફૈસલાબાદમાં : મખ્ખી જમાત ઉદ દાવાના લીડર હાફીઝ સઇદનો ભાઈ છે અને આતંકવાદી ગતિવિધિની જવાબદારી સંભાળે છે

   લાહોર,તા. ૧૯ : વર્ષ ૨૦૦૮ના મુંબઈ ત્રાસવાદી હુમલાના માસ્ટર માઇન્ડ પૈકીના એક અબ્દુલ રહેમાન મખ્ખીએ કાશ્મીરમાં અંધાધૂંધીને ફેલાવવા મદદરુપ થવા પાકિસ્તાની મિડિયામાં અપીલ કરી છે. ફૈસલાબાદ પત્રકારો સાથે વાતચીત કરતા મખ્ખીએ કાશ્મીરના હિતમાં સામેલ થવા તથા પેન અને અનુભવની તાકાત દર્શાવવા પત્રકારોને અપીલ કરી હતી. જમ્મુ કાશ્મીર હિઝબુલ મુઝાહિદ્દીનના ત્રાસવાદી બુરહાન વાનીના મોત બાદથી હિંસામાં લપેટાયેલુ ંછે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં બુરહાન વાનીને ઠાર મારી દેવામાં આવ્યો હતો. સુરક્ષા દળો અને પથ્થરબાજો વચ્ચે નિયમિતરીતે અથડામણો થઇ રહી છે. મખ્ખી જમાત ઉદ દાવાના લીડર હાફીઝ સઇદના ભાઈ છે અને તેના ઉપર બે મિલિયનનું ઇનામ પણ છે. એટલે કે ૧૦ લાખનું ઇનામ તેના ઉપર રહેલું છે. મુંબઈના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડને નજરકેદ હેઠળ પકડી લેવામાં આવ્ય બાદ જમાત ઉદ દાવાની જવાબદારી મખ્ખીને આપવામાં આવી હતી. ભારતે શરૂઆતથી કહ્યું છ ેકે, પાકિસ્તાન સ્થિતલશ્કરે તોઇબાના ત્રાસવાદીઓ મુંબઈ હુમલા પાછળ સીધીરીતે સામેલ હતા. તેમની સામે પગલા લેવાની ભારતે હમેશા રજૂઆત કરી છે. જો કે, પાકિસ્તાને ભારપૂર્વક કહ્યું છે કે, હાફીઝની સામે કાર્યવાહી કરતા પહેલા વધુ પુરાવાની જરૂર છે.

 (07:27 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો