Mukhy Samachar

News of Monday, 19th June, 2017

'ગ્રીન હાઉસ'ને પ્રોત્સાહન આપશે મોદી સરકારઃ સસ્તી લોન - ઓછી રજીસ્ટ્રેશન ફીની સુવિધા

પર્યાવરણને અનુ કૂળ હોય તેવા મકાનો તરફ આગેકદમ

'ગ્રીન હાઉસ'ને પ્રોત્સાહન આપશે મોદી સરકારઃ સસ્તી લોન - ઓછી રજીસ્ટ્રેશન ફીની સુવિધા

   નવી દિલ્હી તા. ૧૯ : કેન્દ્ર સરકાર પર્યાવરણના યોગ્ય ઘરો 'ગ્રીન હાઉસ'ને પ્રોત્સાહન આપવાની દિશામાં ગંભીરતાથી વિચારી રહ્યું છે. ગ્રીન હાઉસિંગ સોસાયટી ડેવલોપ કરવા માટે સરકાર સસ્તી લોન અને ઓછી રજીસ્ટ્રેશન ફી જેવી સુવિધાઓ આપશે. કલાઇમેન્ટ ચેન્જ સાથે લડવાની દિશામાં કેન્દ્ર આ પ્રકારની રહેણાંક કોલોનીઓ વિકસીત કરવાની દિશામાં વિચારી રહી છે. ઉલ્લેખનીય છે કે ગ્રીન હાઉસ તે ઘર છે જે પર્યાવરણને ધ્યાનમાં રાખીને વિકસીત કરવામાં આવે છે તેમાં પર્યાવરણની દ્રષ્ટિએ એનર્જી, જળસંસાધન અને બિલ્ડીંગ મટીરીયલ્સનો પ્રભાવશાહી ઉપયોગ કરવામાં આવે છે.

   સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રીન હાઉસને પ્રોત્સાહન આપવા માટે જ તેના સાથે જોડાયેલા કાયદા એટલે કે એનર્જી કન્ઝર્વેશન બિલ્ડીંગ કોડ ઓફ રેસીડેન્સીયલ સેકટર તૈયાર કરવામાં આવ્યો છે. આ નિયમ ૨૦૦૭માં સરકારી અને કોમર્શિયલ બિલ્ડીંગ સાથે જોડાયેલ કોડ હેઠળ છે. ઉર્જા મંત્રી પિયુષ ગોયલ આ કાયદો રજુ કરી શકે છે. તેનાથી ભારતીય રીયાલીટી સેકટરમાં ઇકો ફ્રેન્ડલી નિર્માણની દિશામાં ઐતિહાસિક પગલુ માનવામાં આવી રહ્યું છે.

   સૂત્રોના જણાવ્યા મુજબ ઉર્જા મંત્રાલય હેઠળ કાર્ય કરતી બ્યુરો ઓફ એનર્જી ઓફિશયન્સી એક યોજના પર કાર્ય કરી રહ્યું છે તેનો હેતુ આવા ઘરોને પ્રોત્સાહન આપવાનો છે જ્યાં ઉર્જાનો પ્રભાવશાળી રીતે ઉપયોગ થઇ શકે. એટલે કે ત્યાં રોશની, કુલિંગ માટે સંશાધનોની ઓછી માંગ વિકસીત કરી શકાય. આ પ્રયત્ન હેઠળ વર્તમાન રેસીડેન્શયલ બિલ્ડીંગમાં પણ નવા ઉપકરણોનો ઉપયોગ કરીને ઉર્જાનો ઓછો અને પ્રભાવશાળી ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.

   કેન્દ્ર સરકાર આ જ વિચાર પર રેસીડેન્શીયલ સેકટરમાં છત પર સોલાર પ્રોજેકટને પ્રોત્સાહન આપવા વિશે વિચાર કરી રહ્યું છે. આ પ્રોજેકટને ઓછા વ્યાજદરોવાળી હોમ લોન હેઠળ લાવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રીન હાઉસની દિશામાં સરકાર હજુ પણ કાર્ય કરી રહી છે અને હજુ કેટલુક નક્કી થવાનું બાકી છે બધી જ કવાયતનો હેતુ કાર્બન ઉત્સર્જનને ખત્મ કરવાનો છે આવું એટલે કરવામાં આવશે કારણ કે તેનાથી ઘરોમાં ઓછી ઉર્જા ઉપયોગ કરતા સંશાધનો અને સેવાઓની માંગ વધશે.

 (03:35 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો