Mukhy Samachar

News of Monday, 19th June, 2017

ગોમતી રિવરફ્રન્ટ કૌભાંડમાં સીબીઆઈ તપાસને બહાલી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંજુરી આપી : ન્યાયિક સમિતિની ચકાસણી બાદ બનાવાયેલી કમિટિએ અહેવાલ સુપરત કર્યા : વ્યાપક ગેરરીતિ હોવાનો ધડાકો

<br />ગોમતી રિવરફ્રન્ટ કૌભાંડમાં સીબીઆઈ તપાસને બહાલી

      લખનૌ, તા. ૧૯ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં થયેલી અનિમિતતાના મામલામાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. યોગી સરકારે રિવરફ્રન્ટના મામલામાં ન્યાયિક સમિતિની તપાસ કર્યા બાદ દોષિતોની જવાબદારી નક્કી કરવા માટે નગરવિકાસ વિભાગના પ્રધાન સુરેશ ખન્નાના નેતૃત્વમાં હાઈપાવર કમિટિની રચના કરી હતી. મુખ્યમંત્રીએ ખન્ના સમિતિની રિપોર્ટમાં અભ્યાસ કર્યા બાદ સીબીઆઈ તપાસ માટે લીલીઝંડી આપી દીધી છે. ખન્ના સમિતિએ રિપોર્ટ દોષિતો સામે કાર્યવાહી કરવા માટે સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવ્યા બાદ આ દિશામાં નવી પહેલ શરૂ થઇ હતી. આ અગાઉ બનાવવામાં આવેલી ન્યાયિક સમિતિએ આ યોજના સાથે જોડાયેલા જેઈ, એઈ, અન્ય અધિકારીઓ, વિભાગ અધ્યક્ષ, પ્રમુખ સચિવ અને મુખ્ય સચિવને દોષિત ગણાવ્યા હતા. આ સમિતિએ પોતાના અહેવાલમાં કહ્યું હતું કે, આ યોજનામાં સરકારી નાણાનો વ્યાપક દુરુપયોગ કરવામાં આવ્યો હતો. દરેક સ્તરે પૈસાનો દુરુપયોગ કરાયો હતો. કોન્ટ્રાક્ટ આપવામાં મનમાની કરવામાં આવી હતી. ખુબ જ સાંઠગાંઠની સાથે તમામ કામગીરીને આગળ વધારવામાં આવી હતી. આવી સ્થિતિમાં યોજનામાં સીબીઆઈ તપાસ કરવાની ભલામણ કરવામાં આવી હતી. રિપોર્ટમાં સમિતિ કોઇને જવાબદાર હોવાની વાત કરી શકી નથી. આ મામલામાં નેતાઓને શરૂઆતથી જ ક્લીનચીટ આપવામાં આવી રહી હતી.  હવે જ્યારે સીબીઆઈ તપાસ થઇ રહી છે ત્યારે નેતાઓ પણ સકંજામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. એમ માનવામાં આવે છ ેકે, હવે યોજનાને કેબિનેટ મંજુરીથી લઇને દરેક આદેશની તપાસ કરવાની જરૂર રહેશે. આવી સ્થિતિમાં પૂર્વ અધિકારીઓ અને યોજના સાથે જોડાયેલા ઘણા લોકો સામે તવાઈઆવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

       

 (02:30 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો