Mukhy Samachar

News of Monday, 19th June, 2017

દિલ્હીઃ CBIએ સત્યેન્દ્ર જૈનની પત્નીની મની લોન્ડ્રીંગ કેસમાં કરી પૂછપરછ

<br />દિલ્હીઃ CBIએ સત્યેન્દ્ર જૈનની પત્નીની મની લોન્ડ્રીંગ કેસમાં કરી પૂછપરછ

      નવી દિલ્હી તા. ૧૯ : આમ આદમી પાર્ટીમાં હાંકી કાઢવામાં ધારાસભ્ય કપિલ મિશ્રાએ કેજરીવાલ અને તેની ટીમ પર મૂકેલા ભ્રષ્ટાચારના આરોપો બાદ સીબીઆઈ હરકતમાં આવી છે.ઙ્ગ ગત સપ્તાહે મનીષ સિસોદિયના ઘરે એક કેસમાં પૂછપરછ માટે ગયેલી સીબીઆઈની ટીમ આજે આમ આદમી પાર્ટીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના ઘરે પહોંચી હતી. સત્યેન્દ્ર જૈનની પત્નીનું મની લોન્ડ્રિંગમાં નામ સામે આવ્યા બાદ તેણે સીબીઆઈ સમક્ષ હાજર રહેવા અસમર્થતા બતાવ્યા બાદ પૂછપરછ માટે સીબીઆઈ ટીમ તેના ઘરે પહોંચી છે.

      ૮ જાન્યુઆરીએ સબીઆઈએ સિસોદિયા સામે તપાસ શરૃ કરી હતી. સીએમ અરવિંદ કેજરીવાલના ટોક ટુ એકે કેમ્પેન દરમિયાન એજન્સીની ગડબડીની ફરિયાદ મળી હતી. આ ઉપરાંત હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈનની દીકરી સૌમ્યાના મોહલ્લા કિલનિક પ્રોજેકટમાં સરકારની એડવાઇઝર બનાવવાની તપાસ પણ શરૃ કરવામાં આવી હતી.

      પ્રાથમિક ફરિયાદ નોંધાયા બાદ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે, 'વાહ રે મોદીજી. લાંચ લો ખુદ અને કેસ કરો અમારા પર. આ કારણે હું તમને કાયર કહું છે. જયારે તમે ગોવા અને પંજાબમાં હારી રહ્યા છો તો સીબીઆઈ ગેમ શરૃ કરી છે.' એક ટ્વિટમાં સિસોદિયાએ કહ્યું હતું, 'સ્વાગત છે મોદીજી! આવો મેદાનમાં. કાલે સવારે તમારી સીબીઆઈની હું મારા ઘર અને ઓફિસમાં રાહ જોઈશ. જોઈએ કોનામાં કેટલી તાકાત છે.'

 (02:27 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો