Mukhy Samachar

News of Monday, 19th June, 2017

મીર વાઇઝ, પાકિસ્તાન જાવ ત્યાં સારા ચાઇનીઝ ફટાકડા મળશેઃ ગૌતમ ગંભીર

મીરવાઇઝે પાક.ને અભિનંદન પાઠવ્યાઃ ગંભીરે આપ્યો સણસણતો જવાબ

મીર વાઇઝ, પાકિસ્તાન જાવ ત્યાં સારા ચાઇનીઝ ફટાકડા મળશેઃ ગૌતમ ગંભીર

   લંડન તા. ૧૯ : લંડનના ઓવલમાં રમાયેલી ચેમ્પિયન ટ્રોફીના ફાઈનલ મુકાબલામાં ભારતની હારનો જશ્ન મનાવનાર જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂકને ક્રિકેટર ગૌતમ ગંભીરે એક સલાહ આપી છે. ભારતની હાર પર કાશ્મીર ખીણમાં થયેલી આતશબાજીમાં મીરવાઈઝ સામેલ થયાની તસવીર જાહેર થતાં અને પાકિસ્તાનને અભિનંદન આપતાં તેમના ટ્વિટ બાદ ગૌતમ ગંભીરે ટ્વિટ કરીને મીરવાઇઝ સામે નિશાન તાકતા જણાવ્યું હતું કે, 'મીરવાઈઝ, તમને એક સલાહ છે, તમે બોર્ડર પાર કરીને કેમ જતા નથી ? ત્યાં (પાકિસ્તાન)માં તમને સારા ફટાકડા (ચાઈનીઝ) મળશે. ત્યાં જ તમારે ઈદ મનાવી લેવાની જરૃર છે. તમારો સામાન પેક કરવામાં હું તમને મદદ કરીશ.'

   ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં ભારત ૧૮૦ રને ભારતના પરાજય પર કાશ્મીર ખીણમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને મોટાપાયે આતશબાજી થઈ હતી. મીરવાઈઝ પણ આ આતશબાજી અને ભારતની હારનો ઉત્સવ મનાવવામાં જોડાયા હતા.

   ટીમ ઈન્ડિયાની હાર બાદ મીરવાઈઝના ઘરની સામે આતશબાજી થઈ હતી. પાકિસ્તાનના વિજય પર ફટાકડા ફોડી રહેલા કાશ્મીરના લોકોનું મીરવાઈઝે હાથ હલાવીને અભિવાદન કર્યું હતું અને ખુશી વ્યકત કરી હતી. મીરવાઈઝે ટ્વિટર પર લખેલા પોતાના સંદેશામાં જણાવ્યું હતું કે ચારે બાજુ આતશબાજી થઈ રહી હતી, એવું લાગે છે કે જાણે ઈદ આવી ગઈ છે. શ્રેષ્ઠ રમત રમીને પાકિસ્તાન ટીમે જીત હાંસલ કરી છે. પાકિસ્તાનની ટીમને અભિનંદન.

   પાકિસ્તાનની જીત બાદ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સીઆરપીએફ કેમ્પની અંદર પણ ફટાકડા ફેંકવામાં આવ્યા હતા. દેશના બીજા ભાગોમાં ટીમ ઈન્ડિયાની હારથી લોકો રોષે ભરાયા હતા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સહિત કેટલાક ક્રિકેટરોની ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ઉત્ત્ર પ્રદેશના કાનપુર અને ઉત્ત્રાખંડના હરિદ્વારમાં રોષે ભરાયેલા લોકોએ ટીવી સેટ તોડી નાંખ્યા હતા અને જબરદસ્ત વિરોધ દેખાવો કર્યા હતા.

 (02:27 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો