Mukhy Samachar

News of Monday, 19th June, 2017

બેદરકારીનો આંચકાજનક કિસ્સો

તાજા જન્મેલા બાળકને દફનાવવાના હતા ત્યારે ખબર પડી કે તે જીવતું છ

   નવી દિલ્હી તા. ૧૯: બેદરકારીના આંચ્કાદાયક કિસ્સામાં દિલ્હીમાં સફદરજંગ વિસ્તારની સેન્ટ્રલ ગર્વમેન્ટ હોસ્પિટલે મરેલું જાહેર કરેલું શિશુ હકીકતમાં જીવતું હતું. હોસ્પિટલના ડોકટરોએ બાળક મૃત્યુ પામ્યું હોવાનું જાહેર કર્યા પછી તેની ફેમિલી બાળકને દફનાવવા લઇ ગઇ હતી. દફનાવતાં પહેલાં તે નવજાત શિશું જીવતું હોવાનો અહેસાસ તેની ફેમિલીને થયો હતો.

   બાદરપુરની રહેવાસી મહિલાએ ગઇ કાલે સવારે જન્મ આપેલા બાળકમાં જરાય શ્વાસોચ્છ્વાસ ચાલતો ન હોવાનું નર્સિંગ-સ્ટાફને જણાવ્યું હતું. ડોકટરો અને નર્સિંગ-સ્ટાફે બાળકને મૃત્યું પામેલું જાહેર કરી તેની બોડી પેક કરીને એના પર લેબલ લગાવીને દફનાવવા માટે ફેમિલીને સોંપી દીધી હતી. બાળકની મમ્મીની તબિયત સારી ન હોવાથી તે હોસ્પિટલમાં રહી હતી અને પ્પા તથા અન્ય ફેમિલી-મેર્મ્બ્સે ઘરે જઇને દફનવિધિની તૈયારી શરૂ કરી હતી. ઘરે પહોંચ્યા પછી બાળકની ફોઇને પેકમાં હલનચલનનો અહેસાસ થયો હતો. એ લોકોએ પેક ખોલ્યું ત્યારે બાળકનો શ્વાસોચ્છ્વાસ ચાલતો હતો અને તેના હાથપગ હલતા હતાં. તે નવજાત શિશુને તાત્કાલિક અપોલો હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું. અને ત્યાર પછી સફદરજંગ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું. હાલ એ બાળક સફદરજંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવનો  આઘાત સહન કરનારા પેરન્ટ્સે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

   સફદરજંગ હોસ્પિટલના સતાવાળાઓએ તપાસનો આદેશ આપ્યો છે. મહિલાએ બાવીસ અઠવાડિયાંની સગર્ભાવસ્થા બાદ પ્રીમેચ્યોર બેબીને જન્મ આપ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઇઝેશનની ગાઇડલાઇન્સ પ્રમાણે બાવીસ અઠવાડિયા પહેલા જન્મતાં ૫૦૦ ગ્રામ કરતાં ઓછી વજનવાળાં બાળકો જીવતાં નથી અને તેમને પ્રસૂતિ તરીકે ગણવામાં આવતાં નથી. જન્મ પછી તે બાળક રડતું કે હલનચલન કરતું નહોતું અને તેનો શ્વાસોચ્છ્વાસ ચાલતો નહોતો.

 (12:50 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો