Mukhy Samachar

News of Monday, 19th June, 2017

ડિજિટલ ઇન્ડિયાની પોકળ વાતો, રાષ્ટ્રપતિપદના ઉમેદવારોએ રોકડમાં જ ડિપોઝીટ આપવી પડે છે

   નોટબંધી પછી કેન્દ્ર સરકાર ડીજીટલ પેમેન્ટને વેગ આપી રહી હોવા છતાં રાષ્ટ્રપતિતદની ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો એની ડીપોઝીટના ૧પ,૦૦૦ રૂપિયા રોકડ સ્વરૂપે જ ચૂકવવાના રહેશે.

   નિયમાનુસાર રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારે તેનું ઉમેદવારી પત્ર દાખલ કરતી વખતે જ રીટર્નીંગ ઓફીસર પાસે ડીપોઝીટ તરીકે ૧પ,૦૦૦ રૂપિયા જમા કરાવવાના હોય છે. એ વખતે એક બેન્ક-અધિકારી ત્યાં બેઠેલો હોય છે જે રોકડની ગણતરી અને નોટ ચેક કરે છે.

   ઉમેદવારો ડીપોઝીટનાં નાણાં ઉમેદવારી પત્રની રીસીટ સાથે રિઝર્વ બેન્કમાં પણ જમા કરાવી શકે છે. ઉમેદવારોને ડીજીટલ પેમેન્ટ કે ચેક મારફત નાણા જમા કરાવવાની છૂટ નથી. (પ-૧૦)

 (11:50 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો