Mukhy Samachar

News of Monday, 19th June, 2017

BJP રાષ્ટ્રપતિપદના ઉમેદવારનું નામ આવતીકાલે જાહેર કરે એવી શકયતા

ર૪ જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશયાત્રાએ જાય એ પહેલાં નામ ઘોષિત કરી દેવામાં આવશે

   નવી દિલ્હી તા. ૧૯ :.. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગરમાવો આવી રહ્યો હોય એવું લાગે છે, કારણ કે કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ તૃણમૂલ કોંગ્રેસ અને બિજુ જનતા દલના ટોચના નેતાઓ સાથે ગઇકાલે વાતચીત કરી હતી.

   બીજેપી. સંસદીય બોર્ડની બેઠક ર૦ જૂને યોજાવાની અને એમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવારનું નામ જાહેર થવાની શકયતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ર૪ જૂને અમેરિકા જવા રવાના થાય એ પહેલાં રાષ્ટ્રપતિપદ માટે એનડીએ એ પસંદ કરેલા ઉમેદવાર ર૩ જૂને ઉમેદવારી નોંધાવી શકે છે.

   સમાજવાદી પાર્ટીના નેતાઓ રામગોપાલ યાદવ તથા નરેશ અગરવાલ કેન્દ્રીય પ્રધાન વેન્કૈયા નાયડુને મળ્યા હતાં. નવા રાષ્ટ્રપતિ તરીકે કોઇ રાજકીય વ્યકિતની પસંદગી કરવામાં આવે એવું તેમણે વેન્કૈયા નાયડુને જણાવી દીધું હોવાનું માનવામાં આવે છે. કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ અને વેન્કૈયા નાયડુ કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી તથા ડાબેરી નેતાઓ સીતારામ યેચુરી, એસ. સુધાકર રેડ્ડી અને ડી. રાજાને ગયા સપ્તાહે મળ્યા હતાં. વેન્કૈયા નાયડુએ શરદ પવાર સાથે શનિવારે ફોન પર વિગતવાર વાત કરી  હતી. બીજેપીના પ્રમુખ અમીત શાહ શિવસેનાના વડા ઉધ્ધવ ઠાકરેને ગઇકાલે મળ્યા હતાં.

   જો કે સરકારમાં નાં સુત્રોના જણાવ્યા અનુસાર કોઇ એક નામ નકકી કર્યા વિના વિરોધ પક્ષોનો સંપર્ક કરવો એ યોગ્ય નહીં ગણાય.

   રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુખરજીના અનુગામી બનવાની રેસમાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ મોખરે છે. અલબત્તા, પોતે રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર હોવાની વાતને સુષમા સ્વરાજે શનિવારે રદિયો આપ્યો હતો. લોકસભાનાં સ્પીકર સુમીત્રા મહાજન અને ઝારખંડનાં રાજયપાલ દ્રૌપદી મુર્મુને પણ રાષ્ટ્રપતિ પદનાં દાવેદાર ગણવામાં આવી રહ્યા છે. (પ-૧૦)

 (11:50 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો