Mukhy Samachar

News of Monday, 19th June, 2017

એક ખેડૂત પરિવારની ખેતીથી માસિક આવક માત્ર રૂ.૩૦૮૧

નેશનલ સેમ્પલ સર્વેનો ચોંકાવનારો આંકડોઃ મોંઘવારી વધતી જ રહે તો ખેડૂતોની સમસ્યા ઘટવાને બદલે વધશેઃ શહેરના મજુર કરતા પણ ગ્રામીણ વિસ્તાર ખેડૂત કરતા ઓછીઃ ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના દાવા ખોંખલા

એક ખેડૂત પરિવારની ખેતીથી માસિક આવક માત્ર રૂ.૩૦૮૧

   નવી દિલ્હી તા.૧૯ : મોદી સરકાર પ વર્ષમાં ખેડુતોની આવક બમણી કરવાનો દાવો કરી રહી છે. જો તે આવુ કરી પણ લ્યે તો તેનાથી ખેડુતોને વધુ ફાયદો નહી થાય. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના આંકડા અનુસાર ભારતમાં એક ખેડુત પરિવારની માત્ર ખેતીથી માસિક આવક માત્ર ૩૦૮૧ રૂ. છે. જો આ આવક એકદમ બમણી કરી દેવામાં આવે તો રૂ.૬૧૬ર થઇ જશે તો પણ કદાચ આનાથી તેઓની હાલત સુધરવાની નથી એટલુ જ નહી દેશના ૧૭ રાજયોમાં તો આ પરિસ્થિતિ નેશનલ એવરેજથી પણ ઓછી છે જે હિસાબે મોંઘવારી વધી રહી છે તે જોતા ખેડુતો માટે પરિવારનું પાલન કરવુ મુશ્કેલ બની જશે.

   સર્વેના આંકડા અનુસાર ખેડુતની દર મહિને ખેતી અને સહાયક વ્યવસાયથી રૂ.૬૪ર૬ની આવક થાય છે જયારે ખર્ચની વાત આવે તો સરેરાશ રૂ.૬રર૩ ખેતી સંબંધી કાર્યોમાં જ ખર્ચ કરી નાખતો હોય છે. આમાંથી ૩૩ ટકા કૃષિ મશીન પર ઉપકરણો માટે, પશુધન પર ૧૮ ટકા અને ૪ર ટકા કૃષિ વ્યવસાયથી સંબંધીત તથા ૭ ટકા અન્ય પર ખર્ચ કરે છે. આ પ્રકારે તે મહિને રૂ.ર૦૩ની જ બચત કરી શકે છે.

   આવકના મામલામાં ખેડુતની સરખામણી જો શહેરી મજુર સાથે કરવામાં આવે તો ખેડુત પાછળ રહી જશે. શહેરમાં કામ કરતા મજુરને રોજ રૂ.૩૦૦ થી ૪૦૦ની મજુરી મળે છે. જો મજુર મહિનામાં રપ દિવસ પણ કામ કરે તો સરળતાથી ૯ થી ૧૦ હજાર કમાઇ લ્યે છે. જયારે ખેડુત પોતાના ખેતરમાં ૩૬પ દિવસ કામ કરતો હોય છે.

   વર્તમાન સમયમાં મોંઘવારીથી લડવામાં બધાની હાલત ખરાબ છે. જો સરકારના કૃષિ અંગેના પ વર્ષના પ્લાનની વાત કરવામાં આવે તો મામલો વધુ ગંભીર બને. કૃષિ વિભાગના આંકડા અનુસાર ર૦૦૯-૧૦માં એક કવીન્ટલ અનાજ ઉગાડવામાં રૂ.૮પ૦.પ૦નો ખર્ચ આવતો હતો. જયારે એ વર્ષે ખેડુતોને માત્ર ૯પ૦ રૂ. જ લઘુતમ ટેકાના ભાવ મળ્યા હતા. એવામાં બચતરૂપે માત્ર રૂ.૯૯.પ૦ જ મળ્યા હતા. તે પછી ૪ વર્ષ બાદ ર૦૧૩-૧૪માં એક કવીન્ટલ અનાજ ઉગાડવામાં ૧૧૪૭.૬૦ રૂ.નો ખર્ચ થવા લાગ્યો, જયારે તેના બદલે ખેડુતને મળ્યા માત્ર પ્રતિ કવીન્ટલ રૂ.૧૩૧૦ એટલે તેમના ગજવામાં થોડા જ રૂપિયા વધુ આવ્યા. જો વધતી મોંઘવારીની વાત કરીએ તો તસ્વીર સ્પષ્ટ થઇ જશે કે ખેડુતોને વધુ કશુ મળતુ નથી. (૩-૬)

 (11:50 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો