Mukhy Samachar

News of Monday, 19th June, 2017

લ્યો બોલો...અકસ્માતો રોકવા સ્પીડબ્રેકર બનાવાય છે અને તેને કારણે રોજ ૩૦ દુર્ઘટનામાં ૯ વ્યકિતઓ મોતને ભેટે છે

રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના ચોંકાવનારા આંકડાઃ નિયમો નેવે મુકી બનાવાતા સ્પીડબ્રેકરોથી સર્જાતી સમસ્યા

લ્યો બોલો...અકસ્માતો રોકવા સ્પીડબ્રેકર બનાવાય છે અને તેને કારણે રોજ ૩૦ દુર્ઘટનામાં ૯ વ્યકિતઓ મોતને ભેટે છે

      નવી દિલ્હી તા.૧૯ : ભારતમાં સ્પીડબ્રેકર જેટલા જીવ બચાવતા તેના કરતા વધુ તો જીવ લઇ લ્યે છે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના આંકડાથી જાણવા મળે છે કે સ્પીડને કારણે દુર્ઘટનાઓ ન થાય તે માટે બનાવવામાં આવેલા સ્પીડબ્રેકરોને કારણે રોજ ૩૦ દુર્ઘટનાઓ થાય છે અને રોજ લગભગ ૯ લોકોના મોત થાય છે. આ બે વર્ષની સરેરાશ છે. સરકારે ર૦૧૪થી સ્પીડબ્રેકરને કારણે થતા અકસ્માતોનો ડેટા એકઠા કરવાનુ શરૂ કર્યુ હતુ. ગયા વર્ષનો ડેટા હજુ જારી કરવાનો બાકી છે. જો કે આંકડા લગભગ આટલા જ રહેશે.

      સ્પીડબ્રેકરને કારણે એકલા ભારતમાં જેટલા જીવ જાય છે તેનાથી ઓછા લોકો બ્રિટન અને ઓસ્ટ્રેલીયામાં માર્ગ અકસ્માતમાં લોકો માર્યા જાય છે. ઓસ્ટ્રેલીયામાં ર૦૧પમાં માર્ગ અકસ્માતમાં ર૯૩૭ અને બ્રિટનમાં ૩૪૦૯ લોકોના મોત થયા હતા.

      કેન્દ્રીય મંત્રી ગડકરીનું કહેવુ છે કે, આ સમસ્યા સમગ્ર ભારતમાં છે. આપણે ત્યાં રોડ પર સ્પીડબ્રેકર છે જે આપણા હાડકા તોડી શકે છે અને વાહનને પણ નુકસાનકર્તા હોય છે. તેમણે કહ્યુ છે કે હું રાજય સરકારોને લખીશ કે સ્પીડબ્રેકર બનાવવા નિયમોનું પાલન કરવામાં આવે. મંત્રાલય એ જોશે કે સ્પીડબ્રેકર એક નિશ્ચિત સ્થળે સમજી-વિચારીને બનાવવામાં આવે. ગ્રામીણ વિસ્તારમાં દર ૧૦૦ મીટરે એક સ્પીડબ્રેકર મળે છે અને જે રહેણાંક વિસ્તારોમાં હોય છે. કેટલાક સ્થળે લોકો ટ્રાફીકને નિયંત્રીત કરવા માટે હાથેથી સ્પીડબ્રેકરો બનાવી લેતા હોય છે.

      માર્ગ અને પરિવહન મંત્રાલયે હાઇવે બનાવતી તમામ એજન્સીઓને આદેશ આપ્યા છે કે મુખ્ય રસ્તાઓ સ્પીડબ્રેકર હટાવવામાં આવે. ભારતમાં ખરાબ ડિઝાઇનવાળા સ્પીડબ્રેકરોની ઘણી મોટી સમસ્યા છે.(૩-૭)

       

 (11:49 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો