Mukhy Samachar

News of Monday, 19th June, 2017

GST કાઉન્ટડાઉનઃ SGST - CGST - IGSTમાં અલગ વેરા ભરવાના

રાજ્ય બહારથી વેચાણ અને ખરીદી કરતા નાના વેપારીઓની મુશ્કેલી વધશે

   નવી દિલ્હી તા. ૧૯ : ભારતની સંસદમાં જીએસટીનો કાયદો પસાર કરવામાં આવ્યો ત્યારે વન ટેકસ વન નેશનની ભાવના વ્યકત કરવામાં આવી હતી, જ્યારે જીએસટીમાં વેચાણ અને ભરવાપાત્ર વેરા માટે ત્રણ પ્રકારના કાયદાઓ લાગુ પાડવામાં આવ્યા છે. આ ત્રણે પ્રકારના કાયદા માટે જીએસટીની ગણતરી અલગ અલગ રીતે કરવી પડશે. જે નાના વેપારી તેમજ રાજ્યબહાર ખરીદી કે વેચાણ કરતાં વેપારીઓ માટે મૂંઝવણની પરિસ્થિતિ ઊભી કરશે. બરોડા ટેકસબારના કન્વિનર મુકેશ શર્માએ જીએસટીના કાયદાઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું.

   આગામી માસથી દેશભરમાં લાગુ પડનારો જીએસટીનો મૂળભુત હેતુ વન ટેકસ વન નેશન હતો. જીએસટીના કાયદાઓમાં સરળ માળખું બનવાને બદલે પેપરવર્ક જટીલ બનતા વેપારીઓની વિટંબણા વધશે તેવી શકયતાઓ હોવાનું મુકેશ શર્માએ જણાવ્યું હતું.

   જીએસટીમાં ખરીદ - વેચાણ કરતી વેળાએ ત્રણ પ્રકારની ગણતરી કરવાની રહેશે. વેપારીએ વેચાણ કરતી વેળાએ એસજીએસટી કાયદો, સીજીએસટી કાયદો અને આઇજીએસટી કાયદા મુજબ ઇનવોઇસ બનાવવાનું રહેશે. જે તે રાજ્યમાં નોંધાયેલા વેપારી પોતાના જ રાજ્યમાં વેચાણ કરશે ત્યારે તેણે ઇનવોઇસમાં રાજ્ય સરકાર માટે એસજીએસટી અને કેન્દ્ર સરકાર માટે સીજીએસટી ચાર્જ લગાવવો પડશે. જીએસટીમાં નક્કી થયેલી ફોર્મ્યુલા મુજબ જે તે પ્રોડકટના ટેકસના દરમાં ૫૦% એસજીએસટી અને ૫૦% સીજીએસટી બિલમાં અલગ અલગ દર્શાવવા પડશે. કોઇ પ્રોડકટનો જીએસટીનો દર ૨૮% હોય તો એસજીએસટી ૧૪% અને સીજીએસટી ૧૪% મુજબ બિલમાં દર્શાવવો પડશે. રાજ્યમાં નોંધાયેલ વેપારી રાજ્યબહાર વેચાણ કરશે તો તેણે આઇજીએસટી લગાવવો પડશે. કોઇ પ્રોડકટનો જીએસટી ૨૮% હોય તો રાજ્ય બહારના વેચાણમાં આઇજીએસટી સીધેસીધો ૨૮% લગાવવો પડશે.(૨૧.૮)

   રાજ્યના કમિશનોરેટ હસ્તકના  ભૌગોલિક વિસ્તારોની જાહેરાત કરાઇ

   વડોદરા-૧ : વડોદરા જિલ્લો (ડેસર અને સાવલી તાલુકા સિવાય) આણંદ, ખેડા, મહીસાગર

   વડોદરા-૨ : પંચમહાલ જિલ્લો, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સાવલી, અને ડેસર તાલુકા

   અમદાવાદ નોર્થ : સાબરમતીનો નહેરૂબ્રીજથી શરૂ થતો સમગ્ર પૂર્વ વિસ્તાર સાણંદ, ધોળકા, ધોલેરા, બાવળા, માંડલ, ધંધુકા, વિરમગામ, દેત્રોજ અને રામપુરા

   અમદાવાદ સાઉથ : સીટી તાલુકા અને દસ્કોઇ તાલુકા, અમદાવાદ જિલ્લાના વિસ્તારો, અમદાવાદ નોર્થ કમિશનોરેટની હદના ગામોનો વિસ્તાર

   સુરત : સુરત જિલ્લો, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી

   રાજકોટ : રાજકોટ જિલ્લો, મોરબી,જામનગર, દેવભૂમિ દ્વારકા

   ભાવનગર : ભાવનગર જિલ્લો, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને બોટાદ

   દમણ : દમણ, દીવ અને દાદરાનગર હવેલી

   ગાંધીનગર : ગાંધીનર, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ

   કચ્છ : કચ્છ જિલ્લો

   રાજકોટ : રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા

   જીએસટીમાં ક્રેડિટ પરત લેવા માટે જટીલ કાર્યવાહી કરવી પડશે

   વેપારી જ્યારે મળવાપાત્ર ખરીદી પર ચુકવેલ ઇનપુટ ક્રેડિટ માટે એસજીએસટી, ઇનપુટ સીજીએસટી તથા ઇનપુટ આઇજીએસટી પરત લેવા માટે ફોર્મ ભરશે ત્યારે નવા નિયમો જોવા મળશે.

   ૧. એસજીએસટીની ભરવાપાત્ર રકમમાંથી રાજ્યની ખરીદી પર મળેલી એસજીએસટીની ઇનપુટ ક્રેડિટ, રાજ્યબહારની ખરીદીમાં આઇજીએસટીમાંથી એસજીએસટીની ઇનપુટ ક્રેડિટ બાદ કરવાની રહેશે.

   ૨. સીજીએસટીની ભરવાપાત્ર રકમમાંથી રાજ્યમાંથી ખરીદી પર મળેલી સીજીએસટીની ઇનપુટ ક્રેડિટ, રાજ્યબહારના ખરીદીમાં આઇજીએસટીમાંથી સીજીએસટીની ઇનપુટ ક્રેડિટ બાદ કરવાની રહેશે.

   ૩. આઇજીએસટીની ભરવાપાત્ર રકમમાંથી રાજ્યમાં ખરીદી કરવામાં આવેલા એસજીએસટી અને સીજીએસટીની ઇનપુટ ક્રેડિટ તેમજ રાજ્ય બહારની ખરીદી પર મળેલા આઇજીએસટીની ઇનપુટ ક્રેડિટની પૂરેપૂરી રકમ મજરે લઇ શકાશે.

   ઉપરની વિગતો જોતા એસજીએસટી ભરવા માટે ઇનપુટ સીજીએસટી વાપરી શકાશે નહિ તેમજ સીજીએસટી ભરવા માટે ઇનપુટ એસજીએસટી વાપરી શકાશે નહિ. એસજીએસટી, સીજીએસટી તેમજ આઇજીએસટી ત્રણે વેરા અલગ અલગ જમા કરાવવાના રહેશે. વેપારી ભૂલમાં પણ ક્રેડિટ લેવામાં કે રિટર્ન ભરવામાં ભૂલ કરશે તો કાયદાકીય કાર્યવાહીનો ભોગ બનશે. કોઇ વેપારી ભૂલમાં એક ટેકસની ક્રેડીટ બીજામાં લઇ લેશે તો જેમાં ટેકસ ઓછો ભરવામાં આવ્યો હશે તે ટેકસમાં કલમ ૫૦ મુજબ ૧૮% સુધીનું વ્યાજ સાથે રકમ તેમજ દડ ભરવો પડશે, જ્યારે વધારાની રકમ પરત લેવા માટે રીફંડની આંટીઘૂંટી માટેની કાર્યવાહી કરવી પડશે.

 (11:48 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો