Mukhy Samachar

News of Monday, 19th June, 2017

અગત્યના સમાચારો ઉડતી નજરે...

          

         -કિડની અને લીવરના દર્દીઓને કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે ગંભીર સ્થિતીમાં મુસાફરીની જરૂરીયાત ઉભી થાય તો રાજય સરકાર હેલીકોપ્ટર ભાડાના પ૦ ટકા ખર્ચ આપશેઃ આરોગ્યમંત્રી શંકર ચૌધરીની જાહેરાત

          

          

          

         - ગુજરાત કોંગી પ્રભારી અશોક ગેહલોત ૨૫ જૂન સુધી ગુજરાતમાં રહેશે વિધાનસભા બેઠકો દીઠ મીટીંગો કરશે

          

         - કેન્દ્ર સરકાની સીબીઆઇ ''આપ''ના પ્રધાનો- નેતા પાછળ આદુ ખાઇને પડી ગઇઃ હવે આરોગ્ય મંત્રીની પૂછપરછ

          

         - દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા પછી હવે સીબીઆઇની ટીમ દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનના ઘરે પૂછપરછ માટે પહોંચી છેઃ મની લોન્ડરીંગનો મામલોઃ આપ સરકાર ઉપર એક પછી એક આફતના ઓળા ઉતરતા જાય છે

          

         - સિરીયામાં હવાઈ હુમલાઓમાં કુલ ૧૧૭ના મોત

          

         - પોર્ટુગલના જંગલોમાં ભીષણ આગ : ૬૨ લોકોના મોત, અનેક લોકો લાપતાઃ ૧૭૦૦ ફાયર ફાઈટરો ઘટના સ્થળે : અનેક ગામડા આગની ઝપેટમાં

          

         - વલસાડમાં વરસાદી માહોલઃ વાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદઃ સુરતના કતારગામ વિસ્તારમાં વરસાદઃ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક

          

         - લાંચ લેવાના આરોપસર સીબીઆઈએ  એક કર્નલ સહિત ૪ની ધરપકડઃ એક ખાનગી કંપની પાસેથી લાંચ લેવાના આરોપસર કોલકતાની યોજના તથા એન્જીનિયરીંગ શાખાના કર્નલ શૈબલ કુમાર સહિત ૪ની સીબીઆઈએ ધરપકડ કરીઃ  કર્નલે કંપની પાસેથી ઉપકરણોની ખરીદી વખતે રૂ.૧.૮૦ લાખની માંગ કરી હતી : જેમાંથી ૫૦ હજાર ચૂકવાયેલ.

         - અમદાવાદની રવિવારીમાં છડેચોક પક્ષીઓ વેંચતા ૬ની ધરપકડઃ રવિવારીમાં પક્ષીઓ વેંચતા હોવાની માહિતી મળતા વન વિભાગે ૩ પુરૂષ અને ૩ મહિલા સહિત ૬ની ધરપકડ કરી : ફોરેસ્ટ તંત્રે તપાસ હાથ ધરી

         - કેરળમાં ૧ વર્ષમાં જુદા-જુદા તાવના   કારણે ૧૦૩ લોકોના મોતઃ ૫૩ના એચ૧એન૧ના ચેપના કારણે અને ૧૩ના ડેંગ્યુથી મોત

         - સુરતમાં કોંગ્રેસ દ્વારા પુતળુ સળગાવી વિરોધઃ સુરતમાં એડિશનલ સીટી ઈજનેર અને સીટી ઈજનેર પદ માટે થઈ રહેલ જ્ઞાતિવાદના વિરોધમાં કોંગ્રેસ દ્વારા મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પૂતળા દહન કરાયું

          

            -પંચમહાલ : એનડીઆરએફ જવાનનો મૃતદેહ મળી આવ્યો : ૨ દિવસ અગાઉ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું : કાલોલ પોલીસે તપાસ હાથ ધરી

            

            -સુરતમાં એમબીબીએસની વિદ્યાર્થીનીનો ગળેફાંસો ખાઈ આપઘાત

            સુરત : સિવિલ હોસ્પિટલના ન્યુ લેડિઝ હોસ્ટેલમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

            

            -સેમેસ્ટર સિસ્ટમ નાબુદ કરવા જીલ્લા કલેકટરને આવેદનપત્ર

            અમદાવાદ : સેમેસ્ટર સિસ્ટમ નાબુદ કરવાને લઈને એનએસયુઆઈએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું : એનએસયુઆઈની રજૂઆત સેમેસ્ટરને કારણે ડ્રોપઆઉટ રેશિયો વધ્યો

            

            -અમદાવાદ : રથયાત્રા અને ઈદના પર્વનો મામલો : પોલીસકર્મીઓની ૧૮થી ૩૦ તારીખ સુધીની રજાઓ રદ કરવામાં આવી

            

            -શ્રીમંત વાલીઓએ હાઈકોર્ટમાં અરજી કરી અમારા બાળકોને શાળામાં મળતી સુવિધાઓ પર કાપ આવશે

            અમદાવાદ : ફી નિર્ધારણ મામલે શ્રીમંત વાલીઓએ હાઈકોર્ટમાં અરજી કરી : અમારા બાળકોને શાળામાં મળતી સુવિધાઓ અને શાળામાં કરાવાતી પ્રવૃત્તિઓ પર કાપ આવશે

            

            -ભુજોડી ફાટક પાસે બાળક રમતા-રમતા કચ્છ એકસપ્રેસ ટ્રેન નીચે  આવી જતા મોત

             

 (11:47 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો