Mukhy Samachar

News of Monday, 19th June, 2017

સમજુ સાધક એ જે વિરોધી સ્થિતિઓમાં સમભાવ રાખતા શીખી જાય - સમણ શ્રુતપ્રજ્ઞજી

ન્યૂ જર્સી - ઓસ્ટીન અને ગ્રીનવીલ સંઘમાં સમણજીની શિબિરો અને પ્રવચનો દ્વારા વ્યાખ્યાન માળા

સમજુ સાધક એ જે વિરોધી સ્થિતિઓમાં સમભાવ રાખતા શીખી જાય - સમણ શ્રુતપ્રજ્ઞજી

   તા. જૈન સંઘ ન્યૂ જર્સીના આમંત્રણ પર સમણ શ્રુતપ્રજ્ઞજીએ કાલવેલ દેરાસરમાં તા. 6 અને 7 જુનના સમભાવની આરાધના અને સંકલ્પની સાધના વિષય પાર પ્રવચનો આપ્યા હતા. એમને કહ્યું કે આજના સમયમાં લોકો વધુ ચીડિયા અને ક્રોધી થઇ ગયા છે, સહનશીલતા સાવ શિથિલ થઇ ગઈ છે અને સ્વતંત્ર અને સ્વચ્છન્દ જીવન જીવવાની આદત પડી ગઈ છે. આવી સ્થિતમાં સમભાવ અત્યંત ઉપયોગી સાધના છે. આજે લોકોને પોતાના વિષે સારું સાંભળવું અને સન્માન જોઈએ છે, અપમાન કે અનાદર નથી જોઈતો. પરંતુ એક બાબત યાદ રાખવી જોઈએ કે દ્વંદોમાં એકની પસંદગી કરી એટલે બીજી પણ આવવાની જ છે. સુખમાં લીન થયા તો દુઃખમાં દીન થતા કોઈ બચાવી નહિ શકે, અનુકૂળતામાં મજા આવી તો પ્રતિકૂળતામાં સજા ભોગવવી જ રહી. જીવનનો મોહ છે તો મૃત્યુનો ભય સતત કોરી ખાશે. લાભમાં બહુ ફૂલી ગયા તો નુકશાનમાં મુરઝાવાનો વારો આવશે. સમજુ સાધક એ છે જે આવી બંને વિરોધી સ્થિતિઓમાં સમ રહેતા શીખી જાય. આવી સમભાવની સાધના ભગવાન મહાવીરે સામાયિક સ્વરૂપે આપણને આપી છે. આ સાધના કરવા માટે સંકલ્પ શક્તિ હોવી જરૂરી છે.

   આ ઉપરાંત તા.9 થી 11 જૂન સુધી સમણજીએ ફ્રેન્કલીન ટાઉનશીપના નેમિનાથ જિનાલયમાં કેશી ગૌતમ સંવાદ પર ત્રણ દિવસ વ્યાખ્યાન આપ્યા હતા તથા ધ્યાન અને યોગની એક દિવસની શિબિરનું સંચાલન કર્યું હતું. શિબિરમાં 70થી વધુ લોકોએ ભાગ લીધો હતો. સંઘ પ્રમુખ હિમાંશુભાઈએ સમણજીનું  સ્વાગત કર્યું હતું અને ડો. ચંપા બીડે સમણજીનો પરિચય આપ્યો હતો. અહીંથી સમણજી ઓસ્ટિન - ટેક્સાસ ગયા હતા અને ત્યાં તા. 12 થી 15 જૂન સુધી તેમેને 'સમ્યક દર્શન' પર ચાર વ્યાખ્યાન આપ્યા હતા. એમને કહ્યું હતું કે ' સમ્યક દર્શન એટલે આત્મા અને શરીરનું સ્પષ્ટ ભેદજ્ઞાન. આત્માની સ્પષ્ટ પ્રતીતિ ધ્યાન વડે થાય છે અને ત્યારે શરીર પોતાનાથી સર્વથા જુદું ભાશે છે.મોક્ષ એટલે ચૈતન્યની સર્વથા શુદ્ધ દશા અને આવી દશાના અનુભવ માટે મોહનો ક્ષય જરૂરી છે. એમને કહ્યું કે મોહ એટલે પ્રેમ વત્તા અપેક્ષા અને પ્રેમ એટલે મોહ માયનસ અપેક્ષા. સંઘના પ્રમુખ કેતન શાહે સમણજીનો પરિચય આપ્યો હતો અને સોનલબેને કાર્યક્રમનું આયોજન કરેલ હતું. 

   અહીંથી સમણજી સાઉથ કેરોલિના રાજ્યના ગ્રીનવીલ શહેરમાં આવેલ વૈદિક સેન્ટરમાં તા. 16 થી 18 ગીતાનો સંદેશ, જૈન ધર્મમાં કર્મ સિદ્ધાંત, જીવનમાં શું ખૂટે છે? વિષયો પર પ્રવચનો આપ્યા હતા અને સૌને યોગ ધ્યાનનું પ્રશિક્ષણ પણ આપ્યું હતું. સમણજી નીલિમા અને સુરેન્દ્ર જૈનના નિવાસ્થાને ઉતર્યા હતા અને એમેણે ત્રણ દિવસના કાર્યક્રમને સ્પોન્સર કર્યો હતો. સૌ    જૈન અને અજૈન લોકો ભાવથી સત્સંગમાં જોડાયા હતા.  સમણજીએ લોકોને સુખી થવાના ત્રણ પ્રમુખ મંત્રો આપ્યા હતા - કોઈ જીવને પોતાના વ્યવહારથી દુઃખ ન પહોંચાડવું, સૌ પ્રત્યે દયાળુ રહેવું અને મમત્વભાવથી હંમેશા દૂર રહેવું. અહીંથી  સમણજી કેન્સાસ રાજ્યના વિચિતા શહેરમાં જવા રવાના થયા હતા.  

 (11:40 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો