Mukhy Samachar

News of Monday, 19th June, 2017

પ્લેનમાં મહિલાને જોઈને ડોહાએ ન કરવાની હરકત કરીઃ ધરપકડ

   નવી દિલ્હી, તા. ૧૯ :. હૈદરાબાદથી દિલ્હીના પ્લેનમાં હસ્તમૈથુન કરવા બદલ ઈન્દીરા ગાંધી એરપોર્ટ પર ૫૬ વર્ષના પુરૂષની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. હૈદરાબાદથી દિલ્હીની ઈન્ડિંગો એરલાઈનની ફલાઈટમાં બાજુમાં બેસેલી મહિલાને જોઈને હસ્તમૈથુન કરનારો તે પુરૂષ દિલ્હીના રોહિણી વિસ્તારનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યુ હતું.

   પ્લેનમાં બાજુમાં બેઠેલો પ્રવાસી પેન્ટની ઝિપ ખોલીને હસ્તમૈથુન કરતો હોવાની ૪૪ વર્ષની મહિલાની ફરીયાદના આધારે પોલીસે એ વ્યકિતની ધરપકડ કરી હતી. મહિલાએ તે પુરૂષની ગુસ્તાખી તરફ ધ્યાન દોર્યા પછી ફલાઈટ-અટેન્ડન્ટે તે મહિલાને જુદી સીટ પર બેસાડી હતી. દિલ્હીમાં ફલાઈટના લેન્ડીંગ પછી તે પુરૂષની ધરપકડ કરવામા આવી હતી.

 (10:09 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો