Mukhy Samachar

News of Monday, 19th June, 2017

અડવાણીના નામ પર ચોકડી?

ભાજપની કચેરીમાંથી પોસ્ટરો ઊતર્યા

   નવી દિલ્હી તા. ૧૯ : રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ઉમેદવારનું નામ જાહેર ન થવાને કારણે રોજ નવા ઉમેદવારનું નામ ઉછળતું હોય છે અને તાજેતરમાં દિલ્હીમાં કોઇએ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને યોગ્ય ઉમેદવાર દર્શાવતા પોસ્ટર લગાવ્યા હોવાના અહેવાલ મળ્યા હતા.

   દિલ્હીમાં અશોકા રોડ પર આવેલા ભારતીય જનતા પક્ષના કાર્યાલય સહિત અનેક સ્થળે અડવાણીને રાષ્ટ્રપતિ બનાવોની માગણી કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. જોકે, પાછળથી એ પોસ્ટરો ફાડીને ફેંકી દેવાયા હતા.  આ પોસ્ટર લગાવનારે પોતાનું નામ અશોક તંવર લખ્યું છે અને એણે પોતાની જાતને ગુર્જર સમાજ તથા ખેડૂત નેતાઓનો સંયોજક હોવાનો દાવો કર્યો છે.

   પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ભારતીય જનતા પક્ષના જનક, લોહ પુરુષ તથા ભારતની રાષ્ટ્રીય રાજનીતિના વરિષ્ઠ નેતા આદરણીય શ્રી લાલકૃષ્ણ અડવાણીજી રાષ્ટ્રપતિપદ માટેના સૌથી શ્રેષ્ઠ ઉમેદવાર છે.(૨૧.૬)

 (10:08 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો