Mukhy Samachar

News of Monday, 19th June, 2017

દેશમાં ગૌહત્યા માટે મોદી સરકાર કાયદો લાવશેઃ સ્વામી

<br />દેશમાં ગૌહત્યા માટે મોદી સરકાર કાયદો લાવશેઃ સ્વામી

   મુંબઈ તા. ૧૯ : દેશભરમાં ગૌહત્યા રોકવા માટે નરેન્દ્ર મોદી સરકાર કાયદો લાવશે, તેમ ભાજપના નેતા સુબ્રમણ્યિમ સ્વામીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હાલમાં કોઈ કાયદો નથી, પરંતુ હજુ બે વર્ષ બાકી છે(૨૦૧૯ની લોકસભા ચૂંટણી આડે). કાયદો લાવવાનું સરકારની યાદીમાં જ છે અને સરકાર દેશભરમાં આ કાયદો અમલમાં મૂકશે.

   સ્વામીએ પોતે રચેલા વિરાટ હિન્દુસ્તાન સંગમ નામની સંસ્થાના મુંબઈ ખાતેના કાર્યક્રમમાં તેમણ આમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું તું કે ગાયનું રક્ષણ આપણી માનસિક સ્વતંત્રતાને દર્શાવે છે. આ ઉપરાંત ઘણા કારણો છે કે તેનું રક્ષણ થવું જોઈએ. ઈસ્કોન અને બોમ્બે સ્ટોક એકસચેન્જ દ્વારા આ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ગૌશાળા બાંધવા કે ગાયનું રક્ષણ કરવા માટે ફંડની કોઈ કમી નથી, તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે ગૌરક્ષકોને સર્ટિફિકેટ દેવાની વાત કરી હતી. તેઓ સમાજની બહુ મોટા સેવા કરી રહ્યા છે અને તેમનું રક્ષણ જરૂરી છે, તેમ પણ તેમમે જણાવ્યું હતું.(૨૧.૬)

 (10:08 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો