Mukhy Samachar

News of Monday, 19th June, 2017

નોકરીમાંથી કઢાયેલી વ્યકિત સ્ટાફ કવાર્ટર્સને હક્કદાર નથી

કોર્ટે કવાર્ટર ખાલી કરાવવાની સૂચના આપી

   નવી દિલ્હી, તા. ૧૯ :. નોકરીમાંથી હાંકી કઢાયેલી વ્યકિત કર્મચારી ન કહેવાય અને તે કંપની દ્વારા અપાતા સ્ટાફ કવાર્ટર્સને હક્કદાર નહિ રહે તેવો એક ચુકાદો દિલ્હીની એક કોર્ટે આપ્યો છે. કોર્ટે એક પૂર્વ કર્મચારીને સ્ટાફ કવાર્ટર છોડી દેવાનો આદેશ કર્યો છે. ઈન્સ્ટિટયુટ ઓફ હ્યુમન બિહેવિયર એન્ડ એલાઈડ સાઈન્સિઝ (આઈએચબીએએસ)ના સ્ટાફ કવાર્ટર્સ ધરાવતા એક કર્મચારીની અરજી પર કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે 'ફરજમાંથી હાંકી કઢાયેલી વ્યકિતને નોકરે કર્મચારી કહી ન શકાય. તેથી તે કવાર્ટર રાખી ન શકે. આમ પણ તે સત્તાવાર હક્કદાર છે તેવો કોઈ પુરાવો પણ આપી શકયો નહોતો.' આ વ્યકિતએ આઈએચબીએએસમાં ૨૬ વર્ષ સુધી નોકરી કરી હતી. ડિસ્ટ્રીકટ જજ એ.એસ. જયચંદ્રે કહ્યું હતુ કે 'તે સેવામાં નથી. તેને કાઢી નાખવાનો આદેશ અમલી બની ગયો છે. સેવાની શરત તરીકે તેને કવાર્ટર્સની ફાળવણી કરાઈ હતી.' (૨-૧)

 (09:47 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો