Mukhy Samachar

News of Monday, 19th June, 2017

મહિલાઓ માતા-પિતા માટે પ્રેમનું બલિદાન આપે છે

સુપ્રીમનો નિર્ણયઃ દોષિતની સજા રદબાતલ કરાઈ

   નવી દિલ્હી, તા. ૧૯ :. સુપ્રીમ કોર્ટે નિષ્ફળ પ્રેમ કહાણી મામલે એક જીવંત તારણ આપ્યું છે. તેનું કહેવું છે કે ભારતમાં મહિલાઓ માતા-પિતાનો નિર્ણય માનીને તેમના સંબંધોનું બલિદાન આપી દેવાની એક સામાન્ય વાત છે. સુપ્રીમ કોર્ટે એક વ્યકિતને આજીવન કારાવાસની સજાને રદબાતલ કરતા પોતાના ચુકાદામાં આ ટિપ્પણી કરી હતી. આ વ્યકિતએ એક મહિલા સાથે ચુપચાપ લગ્ન કરી લીધા હતા અને તે પછી બન્નેએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પુરૂષ બચી ગયો હતો પરંતુ ૨૩ વર્ષીય મહિલા મરી ગઈ હતી. વર્ષ ૧૯૯૫ની આ ઘટનામાં પોલીસે તે વ્યકિતની સામે પીડિતાની હત્યાનો કેસ નોંધી દીધો હતો. સુપ્રીમે આ ઉલ્લેખ કર્યો કે મહિલા અનિચ્છાએ પોતાના માતા-પિતાની ઈચ્છા માનવાનો ઈન્કાર કર્યો હતો, પરંતુ ઘટના સ્થળે વરમાલા, બંગડીઓ અને સેંથા મળ્યા હતા. આ દ્રશ્યો જોઈને લાગે છે કે એ પછી તેનું મન બદલાઈ ગયુ હતું. જસ્ટિસએ કે સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે કહ્યું કે પોતાના પ્રેમનું બલિદાન કરે ભલે જે અનિચ્છાએ પોતાના માતા-પિતાના નિર્ણયને સ્વીકારવા માટે છોકરી તરફથી જે પ્રતિક્રિયા આવી તે આ દેશમાં સામાન્ય ઘટના છે.

 (09:47 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો