Samachar Gujarat

News of Monday, 19th June, 2017

સાધ્વી જયશ્રીગીરીને શોધવા ક્રાઇમબ્રાંચના હજુ હવાતિયા

મહિલા ઠગ બાહોશ ક્રાઇમબ્રાંચને હંફાવી રહી છે : પાંચ-પાંચ દિવસ વીતવા છતાં પણ ક્રાઇમબ્રાંચ હજુ સુધી જયશ્રીગીરીની કોઇ જ ભાળ મેળવી શકી નથી :ટીકા શરૂ

સાધ્વી જયશ્રીગીરીને શોધવા ક્રાઇમબ્રાંચના હજુ હવાતિયા

   અમદાવાદ,તા.૧૯ : પાલનપુરના જવેલર્સ પાસેથી પાંચ કરોડનું સોનું ખરીદી છેતરપીંડી સહિતના વિવિધ ગુનાઓમાં જેલવાસ ભોગવી રહેલી પરંતુ હંગામી જામીન દરમ્યાન પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટનાર સાધ્વી જયશ્રીગીરીને પાંચ-પાંચ દિવસ બાદ પણ શહેર ક્રાઇમબ્રાંચ જેવી બાહોશ અને કાબેલ તપાસનીશ એજન્સી શોધી શકી નથી. એક મહિલા ઠગ આપણી કાબેલ તપાસનીશ એજન્સીને હંફાવી રહી છે, જેના કારણે ક્રાઇમબ્રાંચ સહિત સમગ્રગ પોલીસ તંત્ર હાલ તો ચોતરફ ટીકાનો ભોગ બની રહી છે. બીજીબાજુ, સાધ્વી જયશ્રીગીરી તેના કોઇ અનુયાયીના ત્યાં હોય અથવા તો તેના અનુયાયી મારફતે જ તેને આશરો કે શરણું આપી કયાંય સંતાડાઇ હોય તેવી પણ સંભાવના સામે આવી છે, તેથી તે દિશામાં પણ પોલીસે સઘન તપાસ આરંભી છે. સાધ્વી જયશ્રીગીરીને શોધવા ક્રાઇમબ્રાંચ તેની અલગ-અલગ ટીમો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રવાના કરી તપાસ કરી છે, તો એક ટીમ મારફતે રાજયભરમાં સાધ્વીના સંપર્કસ્થાનો અને છૂપા લોકેશન પર સઘન તપાસ હાથ ધરી છે પરંતુ તેમછતાં પોલીસને સાધ્વીના કોઇ સગડ મેળવવામાં કોઇ સફળતા મળી નથી.  બીજીબાજુ, પોલીસ જાપ્તામાંથી સાધ્વી જયશ્રીગીરીને ભગાડી મૂૂકવાના ચકચારભર્યા પ્રકરણમાં ગંભીર નિષ્કાળજી અને મીલીભગતમાં સંડોવણી ધરાવતાં ચાર પોલીસ કર્મચારીઓ બેલાબહેન રમેશભાઇ ઠક્કર, હર્ષાબહેન જવાનસિંહ માલીવાડ, પોલીસ કોન્સ્ટેબલ જયંતિભાઇ મગનભાઇ માલીવાડ અને સુરેશભાઇ સથમલભાઇ ઠાકોર અને ગાંધીનગરના વકીલની પત્ની દર્શનાબહેન હરેશભાઇ પંડયા અને સાધ્વીના સાગરિત દક્ષ પરમાર એમ કુલ છ આરોપીઓની ધરપકડ કરી વિવાદ ખાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ તમામ આરોપીઓ આજે કોર્ટમાંથી જામીન પર પણ છૂટી ગયા. જેથી ક્રાઇમબ્રાંચ માટે તો બહુ શરમજનક વાત કહેવાય કે આવા ગંભીર ગુનામાં આરોપીઓ બીજા જ દિવસે જામીન મેળવવામાં સફળ થયા. ક્રાઇમબ્રાંચે જુદી જુદી સાત ટીમો બનાવી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં રવાના કરી છે પરંતુ હજુ સુધી તો સાધ્વી જયશ્રી ગીરીના કોઇ સગડ મળ્યા નથી, તેનો મોબાઇલ પણ પોલીસના રડારમાં આવતો નથી. સાધ્વીએ ગાંધીનગરથી બે માણસોને ફોન કરી તેેને લેવા આવવા બોલાવ્યા હતા તે દિશામાં પણ ક્રાઇમબ્રાંચે સઘન તપાસ હાથ ધરી છે પરંતુ હજુ સુધી કોઇ માહિતી ક્રાઇમબ્રાંચને હાથ લાગી નથી. એક ટીમ ગુજરાતમાં પણ સક્રિય થઇને દોડી રહી છે અને સાધ્વીના શંકાસ્પદ સ્થાનો અને સંપર્કક્ષેત્રોની તપાસ ચલાવી રહી છે. જો કે, હજુ સુધી કેમ પોલીસ સાધ્વીના કોઇ સગડ મેળવવામાં કે તેના સંપર્કસ્થાનો પરથી કોઇ ચોક્કસ બાતમી મેળવવામાં નિષ્ફળ રહી છે. ક્રાઇમબ્રાંચ કે પોલીસતંત્રના સોર્સ કે નેટવર્ક કરતાં તો આ મહિલા ઠગ સાધ્વીનું નેટવર્ક વધારે મજબૂત અને પાવરફુલ હોય એવું હાલ તો લાગી રહ્યું છે.

 (07:26 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS