Samachar Gujarat

News of Monday, 19th June, 2017

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં નાસતો ફરતો આરોપી જબ્બે

એસઓજી ક્રાઇમબ્રાંચે કાલુપુરથી ઝડપી લીધો : છ મહિના પહેલા સાણંદની સગીરા સાથે દુષ્કર્મ કરી નાસી છૂટયો હતો : પોલીસે ચોક્કસ બાતમીના આધારે પકડ્યો

   અમદાવાદ,તા.૧૯ : સાણંદની સગીરા પર બળાત્કારના કેસમાં છેલ્લા સાતેક મહિનાથી નાસતા ફરતા જુહાપુરાના આરોપી આરીફ ઉર્ફે કટોરો પીરૃભાઇ શેખને એસઓજી ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.  સંયુુકત પોલીસ કમિશનરની કચેરી અને નાયબ પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચ દ્વારા શહેરમાં આગામી રથયાત્રા અનુસંધાનમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અને અન્ય ગુનેગારોને જબ્બે કરવા અપાયેલી સૂચનાના આધારે એસઓજી ક્રાઇમબ્રાંચના અધિકારીઓ પેટ્રોલીંગમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ઝાહીદખાન મુનસફખાન અને પોલીસ કોન્સ્ટેબલ અનવરખાન પીરખાનને ચોક્કસ  બાતમી મળી હતી કે, કાલુપુર આરીફ ઉર્ફે કટોરો પીરૂભાઇ શેખ(ઉ.વ.૩૦) (રહે.જૂહાપુરા) કાલુપુર આઉટ ગેટ આગળ ઉભો છે, જેણે કલરફુલ નાઇટ લેંગીઝ તથા ટી શર્ટ પહેરી છે અને તે સાણંદ પોલીસ સ્ટેશનના દુષ્કર્મના કેસમાં નાસતો ફરે છે. આ બાતમીના આધારે એસઓજી ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ કાલુપુર આઉટ ગેટ આગળથી આરોપી આરીફ ઉર્ફે કટોરો પીરૂભાઇ શેખ(રહે.બી-૨૦, અજીમ પાર્ક વિભાગ-૨, ગોકુલધાામ સોસાયટીની પાછળ, જૂહાપુરા)ની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી કે, સાણંદ તાલુકાના તલાઉ ગામે રહેતી સોળ વર્ષની સગીરા પર તેણે રાત્રિના સમયે ખેતરમાં દુષ્કર્મ આચર્યું હતું અને બૂમાબૂમ થતાં નાસી ગયો હતો. આ બનાવ અંગે સાણંદ પોલીસમથકમાં આરોપી વિરૂધ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો પણ નોંધાયો હતો અને તેમાં તે વોન્ટેડ હતો.  એસઓજી ક્રાઇમબ્રાંચે આરોપીની ધરપકડ બાદ ઉપરોકત ગુનામાં તેની કસ્ટડી સાણંદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

 (07:25 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS