Samachar Gujarat

News of Monday, 19th June, 2017

કાલે શંકરસિંહ પત્રકાર પરીષદમાં ધડાકા-ભડાકા કરશે

   અમદાવાદ કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને વિધાનસભામાં વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા આવતીકાલે પત્રકાર પરીષદમાં ધડાકા-ભડાકા કરે તેવી શકયતાઃ કાલે લાંબા સમય બાદ પત્રકારો સમક્ષ આવશેઃ કાલે તેઓ કેટલાક સ્ફોટક ખુલાસા કરે તેવી શકયતાઃ બાપુના રાજકીય ભવિષ્યને લઇને અનેક અટકળોઃ દરમ્યાન આજે પ્રભારી ગેહલોતે બાપુની નારાજગી અંગેના સવાલના જવાબમાં મૌન રહી નો કોમેન્ટ એવું કહયું હતું: હજુ પણ બાપુને મનાવવાના પ્રયાસો ચાલુ હોવાનું સૂત્રો કહે છે આ માટે એક આગેવાન મધ્યસ્થી બન્યા છે : જો કે અંદરખાને કોંગ્રેસે બાપુ અને તેમના પુત્ર મહેન્દ્રસિંહ અંગે આશા છોડી દીધી હોવાનું કહેવાય છે : અત્રેએ નોંધનીય છે કે બાપુ થોડા દિવસથી કોંગ્રસથી નારાજ છે અને તેઓ નવાજુની કરવાના મુડમાં છે : સૌની નજર તેમની આવતીકાલની પત્રકાર પરીષદ ઉપર કેન્દ્રીત થઇ છે.

 (03:48 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS