Samachar Gujarat

News of Monday, 19th June, 2017

નરેન્દ્રભાઇ અને વિજયભાઇએ સરદાર સરોવરનું સ્વપ્ન સાકાર કર્યુ : ચેતન રામાણી

   રાજકોટ તા. ૧૯ : રાજકોટ જિલ્લા ભાજપના અગણી અને લડાયત ખેડુત નેતા ચેતનભાઇ રામાણીએ એક યાદીમાં જણાવેલ છે. કે ગુજરાતના પનોતા પુત્ર લોખંડી પુરૂષ શ્રી વલ્લભભાઇ પટેલે સેવેલ સરદાર સરોવરના સ્વપ્નને કારણે ૧૯૬૧માં તે વખતના વડાપ્રધાને શિલાન્યાસ કર્યો.

   ૧૯૬૬ થી ર૦૦૦ સુધી વિરોધીઓને બળ મળ્યું અને ગુજરાતી જીવાદોરી સમાન નર્મદા યોજના અધ્ધર લટકતી રહી ર૦૦૧માંં નરેન્દ્ર મોદી ગુજરાતની શાસનની ધરા સંભાળી અને નર્મદા પ્રોજેકટને આગળ વધારવાનો સંકલ્પ કર્યો અને એના પરિણામે ર૦૦રમાં બંધની ઉચાઇ ૯પ મીટર, ર૦૦૩માં ૧૦૦ મીટર અને ર૦૦૪માં ૧૧૦.૬૪ મીટર સુધી પહોંચાડવામાં સફળ રહ્યા.

   ગુજરાતની ભાજપ સરકારે નરેન્દ્રભાઇ કેન્દ્રમાં જતા તે કામગીરી આગળ ધપાવી. હાલના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના લોકોએ સેવેલા સ્વપ્નાને સાકાર કરવા એક પછી એક ઝડપી નિર્ણય  લઇ કામગીરી શરૂ કરી જેના ફળ સ્વરૂપે સુપ્રિમ કોર્ટે નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજુરી આપતા હવે નર્મદા ડેમની ઉંાઇ ૧૩૮ મીટર થઇ જશે ડેમના ત્રીસ દરવાજા બંધ  તથા ડેમના પાણી મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી શકાશે.

   સિંચાઇનું પાણી મળતું થઇ જશે.  આ માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અભિનંદનના અધિકારી બન્યા હોવાનું ચેતનભાઇ રામાણીએ જણાવેલ.

 (03:47 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS