Samachar Gujarat

News of Monday, 19th June, 2017

યોગથી ચિત સાત્વિક વિચારો તરફ વળે છેઃ યોગ દિને સુરત ગુરૂકુળમાં એક સાથે ૮૪ આસનો

યોગથી ચિત સાત્વિક વિચારો તરફ વળે છેઃ યોગ દિને સુરત ગુરૂકુળમાં એક સાથે ૮૪ આસનો

   રાજકોટ તા. ૧૯: અદમ્ય ઉત્સાહ, ઉત્તમ આરોગ્ય, પ્રચંડ પ્રાણબળ, દૃઢ મનોબળ અને દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ સાથે પૂર્ણ શાંતિ અને અખંડ સુખની પ્રાપ્તિ યોગ આપે છે.

   સાદી અને ટૂંકી વ્યાખ્યામાં કહીએ તો ચિતની વૃત્તિનો વિરોધ એને યોગ કહ્યો છે. ચિત્ત છે શું? જેનાથી આપણે ચિંતવન કરી શકીએ છીએ તેને ચિત્ત કહેલું છે. વિચારવાનું-સંકલ્પો બંધ થાય ત્યારે જ આપણને નિંદ્રા આવે છે. નિંદ્રા ન આવે તો શાંતિ મળતી નથી. અશાંતિ વધે છે. આ ચિત્તને શુધ્ધ સાત્વિક વિચારો કરતા શીખવવાની કળા યોગમાં છે.પ્રાણાગામ દ્વારા આ પ્રાણની ચિત્તની શુધ્ધિ થાય છે. આસનો દ્વારા શરીરની સ્થિરતા મળે છે.

   મનના સુખદ કે દુઃખદ, સતત અને નિરર્થક સ્પંદનો એની શાંત એકાગ્રતામાં વિક્ષેપ કરે છે. ત્રિવિધ તાપથી ત્રસ્ત થયેલા તેનાથી છૂટવા અને ભગવાનને ભેટવા ઇચ્છતા જીવોને ભકિત અને જ્ઞાનરૂપી સાધનોમાં મદદ યોગ વિદ્યા કરે છે.

   આજે મહર્ષિ પતંજલિ ઋષિએ પ્રવર્તિત કરેલ યોગ અને તેની સાધનાને વિશ્વ સ્વીકારી રહ્યું છે. જાતિ દેશકાળ અને સંપ્રદાયોની મર્યાદા ઓળંગીને સૌના નૈતિક ઉત્થાન, શારિરીક સ્વાસ્થ્ય, આદ્યાત્મિક પુનરૂત્થાન તેમજ વ્યાવસાયિક સફળતા માટે બધાને યોગ સ્વીકાર્ય બની રહ્યો છે.મન અને શરીર ઉપર આત્માનો કાબૂ ન હોય ત્યાં સુધી નિશ્ચિંતતા અને શાંતિ પ્રાપ્ત થતી નથી. અધ્યાત્મ માર્ગ ચાલનારાને મન ઇન્દ્રિયોની શુધ્ધિ ઇતર સાધનો કરતાં યોગ દ્વારા સહજ થઇ શકે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ ૧ર વર્ષની ઉંમરે નેપાળના પહાડી પ્રદેશમાં એક વર્ષ સુધી ગોપાળયોગી પાસે યોગની સાધનાઓ કરેલી અને ગુજરાતમાં આજથી ર૧૭ વર્ષ પહેલા સંતોને શીખવેલી, ગોપાલાનંદ સ્વામી જેવા યોગીવર્ધ સંત પોતાના શરીરથી આત્માને અળગો કરી સાથેની વ્યકિત સાથે વાતો કરતાં રહેલા યોગના ત્રાસ દ્વારા સારંગપુરમાં હનુમાનજીની મૂર્તિને ડોલતી કરેલી.

   સુરત ગુરૂકુળના યોગાચાર્ય સંતોશ્રી યોગર્ધાન સ્વામી તથા યોગસ્વરૂપસ્વામી તા. ર૧ના વર્ડ યોગા દિવસે ૮૪ આસનો ચેક સાથે ૮૪ વિદ્યાર્થીઓને કરાવશે. એમ શ્રી પ્રભુ સ્વામી જણાવે છે.

 (03:46 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS