Samachar Gujarat

News of Monday, 19th June, 2017

ફી નિયમન કમીટી અને રિવીઝન કમીટી ગેરકાયદે છેઃ ફી નિયમન કાયદાનો અમલ મુલત્વી રાખોઃ હાઇકોર્ટમાં રજુઆત

ખાનગી સ્કુલો ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ સ્થપાઇ છે, સ્કુલો ટ્રસ્ટ છે, નફો ન કરી શકે : સરકાર

   રાજકોટ તા. ૧૯ : રાજય સરકાર દ્વારા ખાનગી શાળાઓમા ફી નિયમન કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે જેની સામે હાઇકોર્ટમાં અરજી કરવામા આવી છે.

   ખાનગી સ્કુલોમાં ફી નકકી કરવા માટે રાજય સરકારે બનાવેલા કાયદા સામે આજે અરજદારે હાઇકોર્ટમાં પોતાનો જવાબ રજુ કર્યો હતો.

   જેમાં જણાવ્યું હતું કે, ફી નિયમન એકટ હેઠળના નિયમોનુ અમલ કરવાનું મુલ્તવી રાખો. ફી નિયમન કમીટી અને રિવીઝન  કમીટી ગેરકાયદે ગણાય છે.

   જેથી હાઇકોર્ટે નિયમો બનાવવા માટે કમીટી બનાવે .બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના એક પ્રતિનિધિ અથવા પ્રમુખનો કમીટીમાં સમાવેશ કરો વિવિધ ક્ષેત્રના અગ્રીણોઓનો સમાવેશ કરો .૩ મહિનામા ફી નિયમન માટે નવા નિયમો બનાવો.

   જયારે રાજય સરકારે જવાબ રજુ કરતા જણાવ્યું કે કાયદાનો હેતુ પૂર્ણ કરવા ફી નિયમન નુ આયોજન કરાયું છે. ખાનગી સ્કુલો ચેરી ટેબલ ટ્રસ્ટ હેઠળ સ્થપાઇ છે. આ સ્કુલો નફો ન કરી  શકે સ્કુલો  ટ્રસ્ટ છે તે કોઇ વ્યકિત નથી. તેથી ર૦૧૭ નો ફી નિયમન એકટનો અમલ ગેરકાયદે ન ગાણય છે.

   રાજય સરકારે વધુમાં જણાવ્યું છે સ્કુલોની ફી નકકી કરવા અંગેનો નિર્ણય લેવાની સત્તા નિયમન કમીટીને સોંપાઇ છે તેથી તે યોગ્ય ન્યાય કરશે.

   આ ઉપરાંત સ્કુલોના શિક્ષકોના પગાર અંગેની સતા પણ કમિટીને સોપાઇ છે.

 (03:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS