Samachar Gujarat

News of Monday, 19th June, 2017

વિકાસના ૩ વર્ષઃ મેરા દેશ આગે બઢ રહા હૈ

કર્ણાટક ખાતે પત્રકાર પરીષદ સંબોધતા વિજયભાઇઃ જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટી સુરંગનો રસ્તો કેન્દ્ર સરકારે શરૂ કર્યો, હોમલોન સસ્તીઃ ૫ કરોડ લોકોને ઉજ્જવાલા યોજના અંતર્ગત ગેસ કનેકશન આપવામાં આવશે

વિકાસના ૩ વર્ષઃ મેરા દેશ આગે બઢ રહા હૈ

   રાજકોટ, તા.૧૯ : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી કેન્દ્રની શ્રી મોદીની સરકારે કરેલ કામગીરીપહોંચ્યા હતા.હાવેરી સરકીટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતા મુખ્યપ્રધાને નરેન્દ્રભાઇ મોદી સરકારની વિકાસની કામગીરીને વર્ણવી હતી. તેમણે જણાવ્યું કે સોથી વધારે વિદ્યુતનુ ઉત્પાદન આ ત્રણ વર્ષમાં થયું છે. ગ્રામ સડક યોજના  અંતર્ગત સોૈથી  વધારે વિદ્યુતનું ઉત્પાદન આ ત્રણ વર્ષમાં થયું છે. ગ્રામ સડક યોજના અંતર્ગત સોૈથી વધુ માર્ગો બનાવવાનો શ્રેય પણ કેન્દ્રની આ સરકારને જાય છે.

    મુખ્યપ્રધાને વધુમાં ઉમેર્યુ કે, દ્વિચક્રિ વાહનો અને કારનું સોૈથી વધુ ઉત્પાદન છેલ્લા  બે વર્ષમાં થયું છે. આજ અરસામાં સોૈથી વધુ એફ.ડી.આઇ. ભારતમાં આવી છે. ''વિકાસ  આગે બઢ રહા છે, મેરા દેશ આગે બઢ રહા હે'' નો ઉલ્લે કરતા મુખ્યપ્રધાને જણાવ્યું કે, જમ્મુ કશ્મીરમાં સૌથી મોટા સુરંગનો રસ્તો આ સરકારે શરૂ કર્યો છે. પહાડોમાં સૌથી લાંબી સડક પણ અરૂણાચલ પ્રદેશમાં શરૂ થઇ છે. છેવાડાના માનવીને પોતાનું મકાન મળી રહે તે માટે હોમ લોન સસ્તી કરવામાં આવી છે, હવાઇ સફર પણ સસ્તી થઇ છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇની અપીલથી દેશમાં કુલ ૧ કરોડ લોકોએ પોતાની સબસીડી છોડી દીધી અને આ પાંચ વર્ષમાં ૫ કરોડ લોકોને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેકશન આપવામાં આવશે. મુખ્યપ્રધાનશ્રી વિજયભાઇ રૂપાણીએ ઇન્દ્રધનુષ્ય યોજનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ૨.૬ કરોડ બાળકોને રસીકરણ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. ગામડાઓની ૨૪ કલાક વિજળી આપવા પણ કેન્દ્ર સરકાર કટીબદ્ધ છે.

   પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના અંતર્ગત ૨૫૦થી વધુ જેનરીક દવાઓના સ્ટોર ગુજરાતમાં શરૂ થયા છે. આગામી ૧૫મી ઓગસ્ટ સુધીમાં ૫૦૦થી વધુ જેનરીક દવાનો સ્ટોર ગુજરાતમાં ખુલશે તેમ તેમણે જણાવ્યું હતું.(૩૮.૨)

 (03:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS