Samachar Gujarat

News of Monday, 19th June, 2017

ગૃહમંત્રીનું ક્રાઈમ બ્રાંચ-દરિયાપુર પોલીસ મથકે જવુ, ચેતક કમાન્ડો હોવા છતા NSG કમાન્ડો સામેલ કરવા મતલબ કે કંઈક તો ગરબડ છે

અમદાવાદમાં રથયાત્રા બંદોબસ્ત ઓછો કરવાની ચર્ચા વચ્ચે અચાનક કંઈક જુદી જ હિલચાલ શરૃ થતા અનેકવિધ અટકળોએ જોર પકડયુ છે : આત્મઘાતી હુમલાની દહેશતની વાતનો ભરે સ્વીકાર થતો નથી પરંતુ તંત્ર કોઈ જોખમ લેવા માગતુ નથી, આવા જવાબનો પણ પોલીસ તંત્રના અનુભવી અફસરો કંઈક જુદો જ અર્થ કાઢી રહ્યા છે

ગૃહમંત્રીનું ક્રાઈમ બ્રાંચ-દરિયાપુર પોલીસ મથકે જવુ, ચેતક કમાન્ડો હોવા છતા NSG કમાન્ડો સામેલ કરવા મતલબ કે કંઈક તો ગરબડ છે

   રાજકોટ, તા. ૧૯ :. અમદાવાદમાં ઐતિહાસિક અને પોલીસ બંદોબસ્તની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા બંદોબસ્તવાળી રથયાત્રામાં બંદોબસ્ત હળવો કરવાની ચર્ચા વચ્ચે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અચાનક અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પહોંચી રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા ગીથા જોહરી, અમદાવાદના ડીજી કક્ષાના પોલીસ કમિશ્નર એ.કે. સિંઘ, આઈબી વડા શિવાનંદ ઝા, એટીએસ વડા એ.કે. સુરોલીયા, ક્રાઈમ બ્રાન્ચના વડા જે.કે. ભટ્ટ, સંયુકત પોલીસ કમિશ્નર પિયુષ પટેલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના સિનીયર અધિકારીઓની બેઠક યોજી રથયાત્રા બંદોબસ્તની ઝીણવટભરી માહિતી મેળવવા સાથે ઉકત પોલીસ અધિકારીઓને સાથે રાખી દરીયાપુર સહિતના સંવેદનશીલ વિસ્તારોની પગપાળા વિઝીટ કરી દરીયાપુર પોલીસ મથકના સ્ટાફ સહિતની અન્ય ચોક્કસ માહિતી મેળવી આ બાબતને જાણકાર પોલીસ અધિકારીઓ સામાન્ય ગણતા નથી.

   અધુરામા પુરૃ ગુજરાતમાં ચેતક કમાન્ડો દળ મોજુદ હોવા છતાં કેન્દ્રના એનએસજી કમાન્ડોને અમદાવાદની રથયાત્રામાં સામેલ કરવા ૨૦ હજારનું પોલીસ દળ અને અર્ધ લશ્કરી દળની ૨૬ કંપનીઓ સામેલ કરવી... આઙ્ગબધાનો અર્થ જાણકારો સામાન્ય લેતા નથી. આ બાબતે પત્રકારોએ ગૃહમંત્રીને કેન્દ્રની કોઈ ઈનપુટ આત્મઘાતી હુમલા કે અન્ય બાબતે મળ્યાનું પૂછતા તેઓએ આ બાબતનો સ્પષ્ટ ઈન્કાર કરવાને બદલે તંત્ર કોઈ જોખમ લેવા માગતુ નથી તેવુ જણાવતા આ બાબતે પણ અનેક તર્કવિતર્કો કાઢવામાં આવી રહ્યા છે. અત્રે યાદ રહે કે, અક્ષરધામ અને વડોદરાની સવગણ સોસાયટીમાં ત્રાસવાદીઓ ઘુસ્યા ત્યારે દિલ્હીથી એનએસજી કમાન્ડો દળને તેડાવવા પડેલ. આ બાબત ધ્યાને રાખી એનએસજીનું એક યુનિટ ગાંધીનગર નજીક ઉભુ કરાવવામાં આવ્યુ છે.

   રથયાત્રા ૨૫મી તારીખે નિકળવાની છે. ૨૬મીએ ઈદનો તહેવાર છે. આ પહેલા જ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ધમાકેદાર ઉજવણી ચાલવાની છે. યોગમાં મુખ્યમંત્રી સહિત મહાનુભાવો અને અનેક લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી આ બાબતે આતંકવાદીઓની દાઢ ડળકે નહી તે બાબતની કાળજી તરીકે પણ એનએસજી કમાન્ડો સાબદા કરાયાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ માની રહ્યા છે.

 (02:28 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS