Samachar Gujarat

News of Monday, 19th June, 2017

બાપુની રાજકીય સન્યાસનું કાઉન્ટ ડાઉન

હાઈકમાન્ડને નારાજગી અને આગામી વિધાનસભામાં સંભવીત હારના કારણો દર્શાયાઃ મંગળવારે પ્રેસ સમક્ષ જાહેરાત થવાની હતી પરંતુ હવે ૨૫મીએ મહત્વની જાહેરાતની સંભાવનાઃ ત. ૨૩ અને ૨૪ એ ટીમ ગેહલોત ગુજરાતમાં: કોંગ્રેસમાં ચહલપહલ

બાપુની રાજકીય સન્યાસનું કાઉન્ટ ડાઉન

   રાજકોટ, તા. ૧૯ :. વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ કોંગી સુપ્રીમો સોનીયાજીને ફેકસ દ્વારા પત્ર રાજીનામુ આપી સભ્યપદેથી અને કમિટિઓ પરત કરી દીધાની ચર્ચાઓ વચ્ચે છેલ્લા બે દિવસથી કોંગ્રેસમાં રાજકીય અટકળોએ જોર પકડયુ હતુ પરંતુ બાપુ વધુ એક વખત સબ સલામતની સાચી કે ખોટી આલબેલ પોકારી હતી. ચર્ચાતી વિગતો મુજબ મોવડી મંડળથી નારાજ બાપુ મંગળવારે પ્રેસ સમક્ષ કથિત નિવૃતિની જાહેરાત કરવાના હતા પરંતુ ફેકસની વિગતો લીક થતા હવે રાજકીય ધડાકો ૨૫મી ઉપર મુલત્વી રહ્યાનું પણ મનાય છે.

   રાજ્ય પ્રભારી અને ચારેય સહપ્રભારી ૨૩ અને ૨૪ ગુજરાતમાં છે અને આગેવાનો સાથે વન ટુ વન ચર્ચા કરવાના છે. ઉપરાંત ત્રણ જીલ્લાનો પ્રવાસ પણ કરવાના છે ત્યારે ૨૫મીએ શું થશે? અથવા ૨૩ અને ૨૪ દરમિયાન કોઈ પરિણામ આવશે કે કેમ? તે અંગે ઉત્તેજના જાગી છે.

   એમ કહેવાય છે કે, શંકરસિંહ વાઘેલાએ પોતાની નારાજગીનો લાંબો લેટર લખ્યો છે જેમાં તેમણે કોંગ્રેસ સાથે ન રહેવાના અને છેડો ફાડી નાખવા માટેના તમામ કારણો લખ્યા છે. આ કારણો ઉપરાંત એ જ પત્રમાં શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં આવી રહેલા વિધાનસભાના ઈલેકશનમાં પાર્ટીને કયા - કયા કારણોસર જીત મળે એવી શકયતા નહીવત છે એના વિશે પણ લખ્યુ હતુ અને પાર્ટી-સુપ્રીમોને તેમણે ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલી ટાંટિયાખેંચની વિગતોે પણ જણાવી છે. બાપુ રાજીનામુ આપી દેવાના મૂડમાં આવી ગયા છે તો ગઈકાલે તો તેમણે રાજીનામુ આપી દીધુ એવી વાત પણ શરૂ થઈ ગઈ હતી. જો કે શંકરસિંહ વાઘેલાએ આ વાતને રદિયો આપતા કહ્યું હતુ કે મનમાં ચાલતી વાતોને આગળ વધારવાનું બંધ કરી દો તો સારૂ છે.

   બાપુ ભલે સબ સલામતની આલબેલ પોકારે પરંતુ બાપુ ગુજરાતના રાજકારણમાં વધુ એક રાજકીય પ્રલય લાવી શકે તેમ છે તેમ રાજકીય તજજ્ઞો ચર્ચી રહ્યા છે.

 (11:59 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS