Samachar Gujarat

News of Monday, 19th June, 2017

તમે પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું એતો બરાબર છે પણ વ્યક્તિનું જીવન કેટલું ઉચ્ચ છે તેનું તો માપદંડ તો તે વ્યકિતની સાત્વિકતામાં છે. : શા.માધવપ્રિયદાસજી સ્વામી

વેદોનો અભ્યાસ કરનારા તેજસ્વી ઋષિકુમારોનું સન્માન આગામી વરસે વિદ્યાલયનો વિશંતિ મહોત્સવ ઉજવાશે

તમે પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું એતો બરાબર છે પણ વ્યક્તિનું જીવન કેટલું ઉચ્ચ છે તેનું તો માપદંડ તો તે વ્યકિતની સાત્વિકતામાં છે. : શા.માધવપ્રિયદાસજી સ્વામી

   અમદાવાદ તા.૧૮ આજે જ્યારે ભારતમાં અને વિશ્વમાં સંસ્કૃત ભાષા અને વેદોના પરંપરાગત જ્ઞાનનું મહત્વ સર્વ સ્વીકૃત થઇ રહ્યું છે ત્યારે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં વેદથી માંડીને આચાર્ય કક્ષા સુધીના ઋષિકુમારો કે જેઓએ ઉજ્જૈન સ્થિત, ભારત સરકાર માનિત મહર્ષિ સાન્દીપનિ રાષ્ટ્રિય વેદવિદ્યા પ્રતિષ્ઠાનમ્ દ્વારા દરવરસે આયોજિત શુક્લયજુર્વેદ અને સામવેદની પરંપરાગત મૌખિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે વિજેતા થનાર, અને ગુજરાત બોર્ડ તેમજ સોમનાથ સંસ્કૃત યુનિ.દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓ અને પરીક્ષામાં વર્ષ દરમ્યાન વિશિષ્ટ સિદ્ધિ મેેળવનાર તમામ ઋષિકુમારોને પૂ માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે પુરસ્કાર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

       કાર્યક્રમ પૂર્વે સતત બે માસ સુધી આફ્રિકા વગેરે દેશોમાં સત્સંંગ વિચરણ કરી પરત આવેલ પુ માધવપ્રિયદાસજી સ્વામીનું ઋષિકુમારોએ વૈદિક મંત્રો સાથે પુર્ણ કુંભ સહિત ભવ્ય સ્વાગત કર્યું હતું

        શા.માધવપ્રિયદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે તમે પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું એ તો બરાબર છે પણ વ્યક્તિનું જીવન કેટલું ઉચ્ચ છે તેેનું તો માપદંડ તો તે વ્યક્તિની સાત્વિકતામાં  છે. તમે બધા અહીં અભ્યાસ કરો છો તે આધ્યાત્મિક સાત્વિકતા માટે ભણો છો.

        જેનું જીવન સંયમિત હોતું નથી તેને બ્રહ્મની પ્રાપ્તિ થતી નથી. વળી બ્રહ્મની પ્રાપ્તિ માટે પણ પુરુષાર્થની ખાસ જરુર છે. સાથે સાથે સંયમિત જીવન માટે આહાર અને વિહારની સંતુલિતતાની ખાસ જરુર છે.

     આપણાં હાથમાં મોબાઇલરુપ ભસ્માસુર છે જો તેનો યોગ્ય ઉપયોગ ન કરાય તો તે આપણને જ ભરખી જશે. જમાનાના પ્રભાવથી મુકત રહેવું એ જ મોટાઇ છે-આત્મનિર્ભરતા છે. અને જમાનાના પ્રભાવમાં પ્રભાવિત થવું એ આત્મનિર્બળતા છે. આત્મનિર્ભરતાનું  સંવર્ધન એ આ બહુહેતુક પાઠશાળાનો એક ઉદ્દેશ છે.

       આગામી વરસે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના સ્થાપનાને ૨૦ વર્ષ પુરા થતા વિંશતિ મહોત્સવની  ભવ્યતાથી ઉજવણી થાય તે માટે અત્યારથી જ કામે લાગી જવા શિક્ષકોને આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે પાર્ષદવર્ય શ્રી શામજી ભગત, મુનિવત્સલદાસજી સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા

 (11:43 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS