Samachar Business

News of Monday, 19th June, 2017

મેં મહિનામાં વેપાર ખાઘ અઢી વર્ષની ટોચની સપાટીએઃ આયાતમાં ૩૩ ટકાનો જંગી ઉછાળો

વેપારખાઘ ૧૩, ૮૪ અબજ ડોલરે પહોંચીઃ નિકાસમાં ૮ ટકાનો વધારો

   દેશની વેપારખાઘ અઢી વર્ષની ટોચની સપાટીએ પહોંચી છે આયાતમાં જોરદાર વધારાને કારણે મેં મહિનામાં વેપાર ખાઘ ૧૩,૮૪ અબજ ડોલરે પહોંચી હતી જયારે મેં માસમાં નિકાસ ૮.૩૨ ટકા વધીને ૨૪.૦૧ અબજ ડોલરની થઇ હતી.જે મે ૨૦૧૬માં નિકાસ ૨૨.૧ અબજ ડોલર રહી હતી. મેં મહિનામાં આયાત ૩૩ ટકા વધીને ૩૭.૮૫ અબજ ડોલરની થઈ હતી.જાણકારોના માનવા મુજબ નિકાસ કરતાં આયાતમાં થયેલા જબરા વધારાને કારણે વેપાર ખાઘ ૩૦ મહિનાની ઊંચી સપાટીએ પહોંચીને ૧૩.૮૪ અબજ ડોલરની થઈ હતી જે વર્ષ મે ૨૦૧૬માં  ૬.૨૭ અબજ ડોલરની સપાટીએ રહી હતી.

      અત્રે ઉલ્લેખીનય છે કે આ અગાઉ વેપાર ખાધનું સૌથી ઊંચું પ્રમાણ નવેમ્બર ૨૦૧૪માં ૧૬.૮૬ અબજ ડોલર રહ્યું હતું.

   આ સમયગાળામાં બુલિયનની આયાતમાં જોરદાર વધારો થયો હતો મેં મહિનામાં સોનાની આયાત ત્રણ ગણી વધીને ૪.૯૫ અબજ ડોલરની થઈ હતી જે આગલા વર્ષના મેં  મહિનામાં ૧.૪૭ અબજ ડોલર હતી. છેલ્લા બે મહિનામાં એપ્રિલ- મેમાં નિકાસ ૧૩.૮૩ ટકા વધીને ૪૮.૬૪ અબજ ડોલર અને આયાત ૪૦.૬૩ ટકા વધી હતી.

 (09:52 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS