Samachar Business

News of Monday, 19th June, 2017

વૈશ્વિક સ્તરે સોનામાં ૩ ટકાનો ઘટાડોઃ ચાંદીમાં વધુ ૧૦૦૦ તૂટયાઃ સતત બીજા સપ્તાહે કડાકો

જીએસટીના અમલ બાદ સોનાના ભાવમાં ૫૦૦ સુધીનો ઉછાળો થવાની ધારણા

વૈશ્વિક સ્તરે સોનામાં ૩ ટકાનો ઘટાડોઃ ચાંદીમાં વધુ ૧૦૦૦ તૂટયાઃ સતત બીજા સપ્તાહે કડાકો

   સોના ચાંદીના ભાવમાં સતત બીજા સપ્તાહે ઘટાડો જોવાયો હતો યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો વધારો  કર્યો હતો જેના પગલે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં દબાણ જોવાયું હતું સોનાને પગલે ચાંદીમાં પણ નરમાઇની ચાલ નોંધાઇ હતી વૈશ્વિક બજારમાં સમગ્ર બીજા સપ્તાહે સોનામાં ઘટાડો નોંધાયો હતો.૬ જૂન બાદ વૈશ્વિક સોનાના ભાવમાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો હતો. સોનું ૧૨૫૦ ડોલર પ્રતિ ઔંસની સપાટીની ઉપર ૧૨૫૩ ડોલરની સપાટીએ જોવા મળ્યું હતું  જયારે સ્થાનિક બજારમાં ૧૦ ગ્રામ શુદ્ઘ સોનાનો ભાવ ૨૯,૨૦૦ની સપાટીએ જોવા મળ્યો છે. સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

     દરમિયાન સોનાની સાથે ચાંદીમાં પ્રતિ કિલોએ ૧૦૦૦નો ઘટાડો નોંધાયો હતો. ચાંદીમાં પણ વૈશ્વિક લેવલે જોવા મળેલા ભાવના ઘટાડાને પગલે સ્થાનિક બજારમાં ઘટાડાની ચાલ નોંધાઇ હતી.

     બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પમુજબ આગામી સપ્તાહે સોનાના ભાવમાં ૧દ્મક ૧.૫૦ ટકા સુધીનો સુધારો જોવાઇ શકે છે એટલે કે સોનાના ભાવમાં ૩૦૦ થી ૫૦૦નો  ઉછાળો થવાની ધારણા છે સરકારે સોનાની જવેલરી ઉપર ત્રણ ટકા જીએસટી લાદયો છે. હાલ જવેલરી ઉપર એક ટકો વેટ છે, જેના કારણે જીએસટી બાદ ભાવમાં વધારો જોવાઇ શકે છે.

 (09:52 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS