Samachar Business

News of Monday, 19th June, 2017

જીએસટીના અમલને ટાળવા એસોચેમનો અનુરોધ

નવી ટેકસ સિસ્ટમ માટે હોમવર્ક પૂરું થયું નથીઃ નેટવર્ક તૈયાર નહિ હોવાના કારણે કરદાતાઓને પરેશાની

જીએસટીના અમલને ટાળવા એસોચેમનો અનુરોધ

   આગામી જુલાઈથી લાગુ થનારા ગૂડ્સ એન્ડ સર્વિસ ટેકસ (GST) ના અમલને ટાળવા ઉઘોગ સંગઠન એસોચેમે અનુરોધ કર્યો છે એસોચેમના માનવા મુજબ નવી ટેકસ સિસ્ટમ માટે હોમવર્ક પુરૂ થયું નથી અને આઇટી નેટવર્ક તૈયાર નહિ હોવાના કારણે કરદાતાઓને પરેશાની થઇ રહી છે

       એસોચેમે નાણામંત્રી અરુણ જેટલીને પત્ર પાઠવી જીએસટીનાં અમલીકરણને ટાળવા અનુરોધ કરતા પત્રમાં લખ્યું છે કે આઈટી નેટવર્કને તૈયાર નહિ હોવાના કારણે કરદાતાઓને જીએસટી સાથે જોડવામાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

   ઉઘોગ સંગઠન એસોચેમના માનવા મુજબ દેશમાં હાજર કર વ્યવસ્થા સાથે જોડાયેલ મોટાભાગના લોકો અત્યાર સુધી આઈટી ટૂલ્સ અને રજીસ્ટ્રેશન સિસ્ટમથી અજાણ થવાના કારણે જીએસટી નેટવર્ક સાથે જોડાઈ શકયા નથી અને રજીસ્ટ્રેશન સિસ્ટમ પહેલા ચરણમાં કરદાતાઓનાં જીએસટી નેટવર્ક સાથે જોડાવા દરમિયાન સિસ્ટમ-સર્વરમાં સતત સુધારો થતો રહ્યો છે.

   એસોચેમનાં સેક્રેટરી જનરલ ડી.એસ. રાવતે કહ્યું છે કે કેટલાક મોટા સવાલ ઉભા થાય છે જેમકે શું આઈટીનાં માળખાને સારી રીતે તપાસવામાં આવ્યું હતું? તે સિવાય તે સવાલ પણ ઉઠે છે કે, શું આ સિસ્ટમ આગામી સમયમાં સરળતાથી કામ કરી શકશે?'

 (09:51 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS