Samachar Business

News of Monday, 19th June, 2017

ખાધતેલની સસ્તી આયાતથી તેલીબિયાંના ખેડૂતોને ફટકો

મેં મહિનામાં આયાતમાં ૩૨ ટકાનો ઉછાળોઃ સોયાબીનના ભાવ પાંચ વર્ષના તળિયેઃ સરસોના ટેકાથી નીચે

ખાધતેલની સસ્તી આયાતથી તેલીબિયાંના ખેડૂતોને ફટકો

   રાજકોટ તા.૧૯: રસોઈમાં મુખ્ય એવા ખાધતેલનો અંદાજે અડધાથી વધુનો હિસ્સો આયાત કરવો પડે છે પરંતુ આ વર્ષે ખાઘતેલોની આયાતથી ખેડૂતોને ફટકો પડ્યો છે ચાલુ વર્ષે દેશમાં તેલીબિયાનું બમ્પર ઉત્પાદન થયું છે માથેથી સસ્તી આયાતને કારણે ખેડૂતોની પરેશાની વધારી છે ગત મહિને ખાઘતેલની આયાતમાં ૩૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો એવામાં સોયાબીન અને સરસોની માંગ ઘટી હતી મધ્યપ્રદેશની અડધાથી વધુની સોયામિલો બંધ થઇ ચુકી છે તેવામાં તેલીબિયાંના ભાવ સતત ઘટી રહ્યાં છે.

   સ્થાનિક બજારમાં આયાતી તેલોની ભરમાર છે મેં મહિનામાં ખાઘતેલોની આયાતમાં ૩૨ ટકાનો વધારો થયો હતો સતત બીજા મહિને આયાતમાં વધારો થયો હતો કુલ તેલની આયાતમાં રિફાઈન્ડનો હિસ્સો ૨૨ ટકાએ પહોંચ્યો છે તેથી તેલની આયાતને કારણે તેલીબિયાં પાકની માંગ પર અસર પહોંચી છે માંગ ઘટતા સોયાબીન અને સરસોના ભાવ ટેકાના ભાવથી નીચે ગગડયા છે.

   વર્ષ ૨૦૧૭ની જાન્યુઆરીમાં ખાઘતેલની આયાત ૧૯ ટકા ઘટી હતી પરંતુ ફેબ્રુઆરીમા આયાત ૧૪ ટકા વધી હતી માર્ચમાં તેલોની આયાત ૬ ટકા ઘટી હતી જયારે એપ્રિલમાં આયાત ૭ ટકા વધી હતી જોકે મેં મહિનામાં આયાતમાં  ૩૨ ટકાનો જબરો ઉછાળો જોવાયો હતો માર્ચમાં ૨,૨ લાખ ટન રીફાઇન્ડ તેલની આયાત થઇ હતી જયારે એપ્રિલમાં ૨.૩ લાખ તન અને મેં મહિનામાં ૨.૯ લાખ ટન આયાત થૈ હતી.વૈશ્વિક બજારમાં સસ્તા ભાવને કારણે માર્કેટમાં સસ્તા ભાવથી રીફાઇન્ડ તેલની આયાતમાં વધારો થયો હતો સાથોસાથ મલેશિયાથી રીફાઇન્ડ આયાત સસ્તી થાય છે મલેશિયામાં કાચા ખાસઘતેલ પર ૧૨ ટકા નિકાસ ડ્યુટી લગાવી છે આમ આયાતમાં વધારો થતા તેલીબિયાંના ખેડૂતોને યોગ્ય ભાવ નહિ મળતા હોવાની બમ ઉઠી છે સોયાબીનના ભાવ પાંચ વર્ષના તળિયે ગગડ્યા છે જયરાએ સરસોના ભાવ ટેકાથી નીચે જોવાઈ છે સરકાર આયાત ડ્યુટી વધારવા માંગણી છે

 (09:51 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS