Samachar Rajkot

News of Friday, 19th May, 2017

સોમવારથી 'આઝાદી પુરાણ' પંચદિવસીય જ્ઞાનયજ્ઞ

દાદુભાઈ લાંગા શહિદોના જીવનના યાદગાર પ્રસંગો રજૂ કરશે

સોમવારથી 'આઝાદી પુરાણ' પંચદિવસીય જ્ઞાનયજ્ઞ

   'અકિલા' કાર્યાલય ખાતે 'આઝાદી પુરાણ' પંચદિવસીય જ્ઞાનયજ્ઞની વિગતો આપતા આયોજકો નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

   રાજકોટ, તા. ૧૯ :. સોમવારથી શહેરમાં શહીદ ભગતસિંહ સેવાદળ અને જુદી જુદી સંસ્થાઓના સહયોગથી 'આઝાદી પુરાણ'નું પંચદિવસીય આયોજન કરવામાં આવ્યુ છે. જેની વિગતો 'અકિલા' કાર્યાલય ખાતે આયોજકોએ વર્ણવી હતી.

   આયોજકોએ જણાવ્યુ હતુ કે, રાજકોટને આંગણે 'આઝાદી પુરાણ' નામનુ પંચદિવસીય જ્ઞાનયજ્ઞનું આયોજન થયેલ છે. ઈ.સ. ૧૯૪૭ બાદ આવો જ્ઞાનયજ્ઞ પ્રથમવાર થયેલ છે. આઝાદી પુરાણમાં વકતા દાદુભાઈ લાંગા છે. તેઓ પોતાના રચેલ કાવ્યો અને ગીતો અને લખેલા પ્રસંગો રજુ કરશે. ઈ.સ. ૧૮૫૭ થી ઈ.સ. ૨૦૧૭ સુધીમાં જે કોઈ રાષ્ટ્રના હિતાર્થે શહિદ થયેલા છે. તેઓના જીવનના યાદગાર પ્રસંગો રજુ થશે.

   'આઝાદી પુરાણ'નું રસપાન તા. ૨૨ થી ૨૬ સુધી દરરોજ સાંજે ૪ થી રાત્રીના ૮ સુધી રહેશે. સ્થળ ચંદ્રેશવાડી, પંચવટી મેઈન રોડ, (લક્ષ્મીનગર મેઈન રોડ) આ કાર્યક્રમને સફળ બનાવવા ઘણા મહાનુભાવો તેમજ કાર્યરત સંસ્થાઓ અને સંગઠનો જહેમત ઉઠાવી રહ્યા છે. વકતવ્ય દરમ્યાન શહીદો વિશેની વિશાળ માહિતીનો ભંડાર વકતા દ્વારા રજુ થશે.

   આયોજકોએ જણાવ્યું કે, આખા ભારત દેશમાં પ્રથમવાર રાજકોટને આંગણે 'આઝાદી પુરાણ'' નામનો એક પંચ દીવસીય જ્ઞાન પારાયણ યજ્ઞ રજુ થશે. ઇ.સ. ૧૮પ૭ થી ઇ.સ. ર૦૧૭ સુધીનાં દેશને ખાતર શહીદ થયેલ અબાલ વૃધ્ધોની શહીદિને યાદ કરાશે. ખરા અર્થમાં રૂદન સહ ''શ્રધ્ધાંજલી'' અપાશે. તેઓના વિરતા પુર્વકનાં જનુનોને બીરદાવાશે. આ પુરાણનાં મુખ્ય વકતા દાદુભાઇ લાંગા છે. જે પોતાની તેજાબી વાણીમાં શહીદોની ગાથાઓનું રસપાન કરાવશે. તેઓના આઝાદી વિશેના સ્વપ્નાઓ વિશે જાણ કરશે.

   આ કથામાં દેશવાસીઓને અન્ન, વસ્ત્ર અને રહેઠાણ મળી રહે અને નિરાધારોને આધાર મળી રહે. સમાજમાં શિક્ષણ-સુરક્ષા સ્વાસ્થ્ય અને તટસ્થ રીતે ન્યાયચીક હકક મળી રહે. પોતાની મુશ્કેલીઓમાં માનસહ સહયોગ મળી રહે. વગેરે માટે અનેક વેદનાઓ, યાતનાઓ વેઠીને આઝાદી મેળવી છે. જો કે અસ્થાયી 'સરકાર' અને ચલીત વ્યવસ્થા તંત્રના અધિકારીશ્રીઓ તેમજ સેવાકીય સંસ્થાઓ આ માટે રાષ્ટ્રનાં હિતાર્થે છેલ્લાં સીત્તેર વર્ષથી પ્રયત્નો તો કરે જ છે. તેમ છતાં જો કયાંક ખુંટતું હોય તેવું લાગતું હોય તો આપણે ''રાષ્ટ્રીય નાગરિક'' તરીકેની ફરજ બજાવીને પુર્ણ કરવું એ જરૂરી છે. તે માટે રાષ્ટ્રભાવના દાખવવી જરૂરી છે. અને મંગલ પાંડે, વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ ત્યારબાદ ''કારગીલ યુધ્ધ'' જેમાં અશોકસિંહ જાડેજા, રમેશભાઇ જોગલ, શ્રી મહિપતસિંહ જાડેજા, સુરેશગીરી તદ્દઉપરાંત ઇ.સ. ર૦૧૭ની સાલ સુધીમાં શહિદ વીરોની શકય હશે તેઓની યાદી કરશે.

   'આઝાદી પુરાણ' દરમ્યાન રાષ્ટ્રહિતાર્થે જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવો તેઓનું વકતવ્ય સૂચનો રજૂ કરશે. તેમજ જે કોઈ રાષ્ટ્રભાવના ધરાવતા ભાઈ-બહેનો તેઓના રાષ્ટ્રીય હીતવર્ધક મંતવ્યો રજુ કરી શકશે. લાભ લેવા આયોજકોએ આમંત્રણ પાઠવ્યુ છે.

   'અકિલા' કાર્યાલયે શહિદ ભગતસિંહ સેવાદળ તથા સ્વરાજ સમિતિના હોદેદારો અશોકભાઈ પટેલ, માયાબેન મલકાણ, અમિતભાઈ ધ્રુવ, વિજયભાઈ વખારીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

   વધુ વિગત માટે મો. નં. ૯૯૨૫૭ ૪૩૭૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.(૨-૨૦)

 (04:04 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS