Samachar Rajkot

News of Friday, 19th May, 2017

સવાસો વખત રક્તદાનઃ રાજકીય મહાનુભાવોમાં વિક્રમ સર્જતા ડો. કથીરીયા

૧૨૫ વાર રકતદાન કરી 'રકતદાન - મહાદાન'નો સંદેશ આપતા પૂર્વ કેન્દ્રીય મંત્રી : 'ચેરીટી બીગીન્સ એટ હોમ' ઉકિતને સાર્થક કરી : સ્વ. રામદેવસિંહજીની સ્મૃતિમાં જગતસિંહજી જાડેજા દ્વારા સ્કોડા શોરૂમ ખાતે મહારકતદાન શિબિરનું ભવ્યતીભવ્ય આયોજન

સવાસો વખત રક્તદાનઃ રાજકીય મહાનુભાવોમાં વિક્રમ સર્જતા ડો. કથીરીયા

   રાજકોટ તા. ૧૯ : સમાજ સેવામાં અનોખી ભાત પાડીને રાજકારણ પણ સેવાનું ઉત્તમ માધ્યમ છે. એવી પ્રતિતિ કરાવતા 'પોલીટીશીયન વીથ ડીફરન્સ' કેટેગરીમાં જેમની ગણના થાય છે, તેવા ભારત સરકારના આરોગ્ય, માનવ વિકાસ સંસાધન અને ભારે ઉદ્યોગના પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી અને 'ગૌસેવા દ્વારા રાષ્ટ્ર સેવા'ને સાકાર કરતા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાતના વર્તમાન અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાએ ઇતિહાસ સજર્યો છે. તેમણે સ્વયં ૧૨૫મી વાર રકતદાન કરી યુવા પેઢીને વિશિષ્ટ સંદેશ પાઠવ્યો છે.

   ગઇકાલે ગુરૂવારના રોજ રાજકોટ મુકામે શ્રી જગતસિંહ જાડેજાના 'સ્કોડા શોરૂમ' પર યોજાયેલા મહારકતદાન શિબિરમાં રકતદાતાઓની સાથે ડો. વલ્લભભાઇ કથીરિયાએ તેમના જીવનનું ૧૨૫મું રકતદાન કર્યું હતું, શ્રી જગતસિંહજી તેમના સ્વ. ભાઇ રામદેવસિંહજીની પુણ્યતિથિ વર્ષોથી નિયમિત મહારકતદાન કેમ્પનું આયોજન કરે છે. રાજકોટ - અમદાવાદની ૮ બ્લડ બેંકો દ્વારા સ્કોડા શોરૂમ ખાતે સુંદર વ્યવસ્થા સાથે રકતદાતાઓએ રકતદાન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારે ૬ વાગ્યાથી રકતદાતાઓ શહેર-ગામડામાંથી ઉમટી પડયા હતા. એકી સાથે ૨૦૦ જેટલા રકતદાતા રકતદાન કરી શકે તેવી ઉત્તમ વ્યવસ્થા, રકતદાતા ઉપરાંત રકતદાન સ્થળે આવનારા બધા જ માટે ચા-પાણી, સરબત, નાસ્તો અને જમણની વ્યવસ્થા સરાહનીય રહી હતી.

   રકતદાતાઓને પ્રોત્સાહિત કરવા અને રકતદાનનો સંદેશો વધુમાં વધુ લોકો સુધી પહોંચે, રકતદાનનું મહત્વ સમજે, ગેરસમજ દૂર થાય, નિયમિત રકતદાન કરતા થાય અને રકતદાનથી અનેક લોકોની જિંદગી બચે તેવા શુભ આશયથી ડો. કથીરિયાએ  ૧૨૫મું રકતદાન કર્યું હતું.

   અત્રે ઉલ્લેખનીય છે કે, ડો. કથીરિયાએ તેમના ભરત સરકારના મંત્રીપદ દરમિયાન રાજકોટમાં જ યોગીધામ ગુરૂકુલ ખાતે ૭૬૪૪ રકતદાતાઓની સાથે ૧૦૦મી વાર રકતદાન કરી રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો. અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ પ્રસંગને ગૌરવાન્વિત બનાવ્યો હતો. દેશભરના મીડિયા જગતે તેની વિશેષ નોંધ લીધી હતી.

   આજનું વિજ્ઞાન રકતનો વિકલ્પ હજુ સુધી શોધી શકયું નથી. થેલેસેમીયા, એનીમીયા, હીમોફિલીયા, કેન્સર, મેજર સર્જરી, એકસીડન્ટ, પ્રસુતી સમયે વહી જતા લોહી જેવી અનેક બીમારીઓ માટે માનવ જીંદગી બચાવવા માનવ રકત જ એક માત્ર વિકલ્પ છે. નવા સંશોધનોને લીધે એક વખત કરેલા રકતદાન દ્વારા ૫ થી ૬ જરૂરીયાતમંદ લોકોને રકત ઘટકો આપી જીવનદાન આપી શકાય છે. આવા ઉત્તમ ધ્યેય સાથેના પુણ્યકાર્યમાં સહભાગી થવા બદલ ડો. વલ્લભભાઇ કથીરિયા ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

   નિયમિત રકતદાન દ્વારા અનેક યુવા - યુવતીઓના પ્રેરણાસ્ત્રોત બનેલા અને સમાજ સેવાને વરેલા ડો. કથીરિયા, આરોગ્ય ઉપરાંત શિક્ષણ, ગ્રામ વિકાસ, જળસંચય, ગૌસેવા જેવા અનેક વિષયો સાથે 'જન સેવા એ જ રાષ્ટ્ર સેવા' ઉકિતને સાકાર કરનારા રાજકારણીઓમાં જુદી ભાત પાડનારા પોલીટીશીયન તરીકે લોકોમાં માન મેળવ્યું છે.

   ડો. વલ્લભભાઇ કથીરિયાએ તેમનું ૧રપ મું રકતદાન તેમના સ્વ. માતા રંભાબેન અને સ્વ. પિતા રામજીભાઇને સાદર સમર્પિત કર્યું હતું. ડો. કથીરીયાએ યોગીધામ, ગુરૂકુલના પ.પૂ.ત્યાગવલ્લભ સ્વામી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગૌ-પૂજન કરી રકતદાન કર્યું હતું. ડો. કથીરીયાને આર્શિવચન પાઠવવા માટે યોગીધામના પ.પૂ. ત્યાગવલ્લભ સ્વામીજી, બીએપીએસ સંસ્થાના અપૂર્વમુની તેમજ શ્રી સ્વામીનારાયાણ ગુરૂકુળના સ્વામી ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.

   ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માન, રમણભાઇ વોરા, પૂર્વમંત્રી અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પડધરીના ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મહેતા, અનુસુચિત જાતિના ચેરમેન રમેશભાઇ સોલંકી, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, જગતસિંહજી જાડેજા પરિવાર, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, નાગરીક બેંકના ચેરમેન નલીનભાઇ વસા, વાઇસ ચેરમેન જીવનભાઇ પટેલ, વીછયાના આપાભાઇ ખાચર, વૈજ્ઞાનીક ડો. કે.પી.સિંગ, ડો. સતીષકુમાર, બિનાબેન આચાર્ય, જે.બી.આચાર્ય, કિશોરભાઇ અંદિપરા, ચમનભાઇ સિંધવ, જીવદયા પ્રેમીમિતલ ખેતાણી, શાંતુભાઇ રૂપારેલીયા, ધોળકીયા સ્કુલના કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, મોદી સ્કુલના રશ્મિભાઇ મોદી, દિકરાનાઘરના મુકેશભાઇ દોશી, નલીનભાઇ તન્ના,  સુનીલભાઇ વોરા, પ્રભુદાસભાઇ તન્ના, રમેશભાઇ ઠકકર, વિજય બેંકના ચેરમેન રમેશભાઇ ઘેટીયા, પટેલ અગ્રણી બાબુભાઇ અસલાલીયા, શંભુભાઇ પરસાણા, રમેશભાઇ પટેલ, નારણભાઇ પટેલ, ગોવિંદભાઇ ખુંટ, ચેતનભાઇ રામાણી, ડો. શાંતિલાલ વીરડીયા, પૃથ્વીસિંહ જાડેજા, ડોલરભાઇ કોઠારી, ડેનીસ આડેસરા, અજીતભાઇ ચૌહાણ, અર્જુનભાઇ શિંગાળા, મનસુખભાઇ કમાણી, વી.ડી.ભાલા, હર્ષદ પંડિત, વીરજીભાઇ સતાણી, ધરશીભાઇ પટેલ, નિલેશભાઇ શાહ, ભાજપ અગ્રણી દિનેશભાઇ વિરડા, નયનાબેન પેઢડીયા, પરસોતમભાઇ પીપળીયા, ડો.એન.ડી.શીલુ તથા રૂપાબેન શીલુ,ગૌસેવક રમેશભાઇ રૂપારેલીયા, વિરજીભાઇ રાદડીયા, લાયન્સ કલબના રમેશભાઇ રામાણી, શશીભાઇ જોષી, રાજુભાઇ રૈયાણી, ડો. અમીત હપાણી, ડો. વેકરીયા, ડો. મુકેશ ઘેટીયા, ડો. કિશોર દેવળીયા, ડો. દુધાગરા, ડો. વિરૂત પટેલ, ભાડલાના રવજીભાઇ સરવૈયા, ધીરૂભાઇ રામાણી, જગદીશભાઇ બારૈયા, છગનભાઇ કથીરીયા, મંગેશભાઇ, અરવિંદસિંહજી જાડેજા, સોમગરભાઇ, હંસરાજભાઇ ગજેરા, ડો. કાબરીયા, પરસોતમભાઇ કમાણી, પ્રાગજીભાઇ રાણપરીયા, ડો. આત્મન કથીરીયા, દિનેશભાઇ પટોળીયા, મયુર ઠકકર, રાધનપુરના કાનાજી ચૌહાણ, મનીષ પટેલ, જયભારત ધામેચા, વલ્લભભાઇ મોણપરા, મેઘજીભાઇ ઘેલાણી, નાગજીભાઇ કોરડીયા, દિલીપભાઇ કલોલા, મનસુખભાઇ ધંધુકીયા, રમેશભાઇ ગોંડલીયા, વગેરે સામાજીક, રાજકીય તથા વિવિધ સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહીને ડો. કથીરીયાને તથા રકતદાન શિબિર આયોજક જગતસિંહજી જાડેજાને શુભેચ્છા પાઠવી હતી.

 (03:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS