Samachar Rajkot

News of Friday, 19th May, 2017

અદ્યતન લાયબ્રેરીઓ માટે વધારાનાં ૧II કરોડ ખર્ચાશે

પેરેડાઇઝ હોલ સામેના મેદાનમાં નિર્માણ પામી રહેલ લાયબ્રેરીમાં બીજા અને ત્રીજા માળે ૧૦ હજાર ચો.મી. વધારાનું કીમ થશેઃ શ્રોફ રોડના પુસ્તકાલયમાં વાંચન રૂમનો વધારો થશેઃ કરદાતાઓને વિશેષ વળતર આપવા, પ્રદ્યુમન પાર્કમાં બે મારૂતી જીપ્સી ખરીદવા, શહેરના ૧૧ ટ્રાફીક સર્કલોને જનભાગીદારીની આપવા સહીતની ૪૬ દરખાસ્તો અંગે સોમવારે મળનારી સ્ટેન્ડીંગમાં નિર્ણય થશે

અદ્યતન લાયબ્રેરીઓ માટે વધારાનાં ૧II કરોડ ખર્ચાશે

      રાજકોટ, તા., ૧૯: શહેરીજનોને વિવિધ સુવિધા મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા પ્રોજેકટો હાથ ધરવામાં આવી રહયા છે. જે અન્વયે વેસ્ટ ઝોનના વોર્ડ નં. ૯ માં પેરેડાઇઝ હોલ સામે કોર્પોરેશન દ્વારા અદ્યતન ત્રણ માળની લાયબ્રેરીનું નિર્માણ થઇ રહયું છે. આ લાયબ્રેરીમાં ૧૦૦૦૦ ચો.મી.ના બદલે ૩૧ હજાર ચો.મી. નું વધારાનું બાંધકામ કરવા તથા શ્રોફ રોડ પરના પુસ્તકાલયમાં બીજા માળે વાંચન રૂમ અંદાજીત ૧.પ૦ કરોડના ખર્ચે બનાવવા, નિયમીત કરદાતાઓને વિશેષ વળતર આપવા, પ્રદ્યુમન પાર્કમાં ર મારૂતી જીપ્સી ૧૬ લાખમાં ખરીદવા, શહેરમાં જુદા જુદા સ્થળોએ આવેલ ટ્રાફીક સર્કલ જનભાગીદારીથી આપવા, રેલનગર અન્ડર બ્રીજ બનાવવાના કામ અંગે બીઝનેસ ખર્ચ તથા મેઇન્ટેન્સ ચાર્જ ૯૯ લાખ મંજુર કરવા સહીતની ૪૬ દરખાસ્તો અંગે સોમવારે મળનારી સ્ટેન્ડીંગ બેઠકમાં નિર્ણય કરાશે.

      કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગ તા.રરના સોમવારે કમીટી રૂમમાં સ્ટે. ચેરમેન પુષ્કરભાઇ પટેલની અધ્યક્ષતામાં મળનાર છે. આ બેઠક શહેરના વિવિધ વિકાસ કામો સહીતની ૪૬ દરખાસ્તો અંગે ચર્ચા થશે.

      લાયબ્રેરીમાં વધારાનો૧.પ૦ કરોડનો ખર્ચ

      વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં. ૯ માં ટી.પી. સ્કીમ નં. ૪, એફપી નં. ૬૩૪ ઉપર પેરેડાઇઝ હોલની સામે કોર્પોરેશન દ્વારા ૧.૮૩ કરોડના ખર્ચે નવી લાયબ્રેરી બનાવવામાં આવી રહી છે. ત્યારે શ્રોફ રોડ પર આવેલ લાઇબ્રેરીના સભ્ય સંખ્યામાં થયેલ નોધપાત્ર વધારાને ધ્યાનમાં રાખી રિવાઇઝડ પ્લાનીંગ કરી થોડી મોટી લાયબ્રેરી બનાવવા સુચનો આવતા જે હયાત ૧૮પ૦ ચો.મી. પ્લાનીંગમાં સામે નવુ વધારાનું અંદાજે ૧ હજાર ચો.મી. બાંધકામ સહીત કુલ ર૮૭પ ચો.મી. બાંધકામ કુલ ૩.ર૦ કરોડના ખર્ચે કરાશે. આ કામે વધારાનો ખર્ચ ૧.૩૬ કરોડ થશે તેમ શ્રોફ રોડ પર આવેલ દતોપંત ઠેંગડી લાયબ્રેરીમાં બીજો માળ બનાવવામાં આવશે.

      પ્રાણી ઉદ્યાન ખાતે મારૂતી-જીપ્સી વસાવાશે

      શહેરની ભાગોળે આવેલ કોર્પોરેશન સંચાલીત પ્રદ્યુમન પાર્કના પ્રાણી ઉદ્યાનમાં મુલાકાતીઓ માટે સીએનજી મારૂતી નગરની બે રૂ.. ૧૬.૩૬ લાખના ખર્ચે વસાવવામાં આવશે. હાલમાં ૯ બેટરી કાર ઉપલબ્ધ છે.

      રેલનગર અંડરબ્રીજના વે-લીવ ચાર્જના ૯૯.ર૭ લાખ ચુકવાશે

      શહેરના વોર્ડ નં. ૩ માં રેલનગર વિસ્તારને જામનગર રોડ સાથે જોડતા રેલનગર અન્ડરબ્રીજની કન્સ્ટ્રકશનની રકમ ઉપરાંત રેલ્વે વિભાગની જમીન, લીએના ચાર્જ રેલ્વે વિભાગ દ્વારા કોર્પોરેશન પાસેથી પ.ર૮ કરોડ વસુલવાની માંગણી કરવામાં આવતી હતી. આ પ્રશ્ને કોર્પોરેશન દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆતો થતા રેલ્વે દ્વારા રૂ.. ૯૯.ર૭ લાખ જમા કરાવવા જણાવામાં આવ્યું હતું. રેલ્વે વિભાગમાં ભરવામાં આવેલ વે-લેવી ચાર્જીસ રૂ.. ૯૯.ર૭ લાખ મંજુર કરવા કમિશ્નર બ્રાંચ મારફત દરખાસ્ત મોકલવામાં આવી છે.

      ન્યુ રાજકોટમાં ર૪ કલાક પાણી માટે બ્લુ પ્રીન્ટ તૈયાર થશે

      શહેરના વેસ્ટ ઝોન વિસ્તારના વોટર સપ્લાય ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક અપગ્રેડ કરી મીટરોના સીસ્ટમ કરવા એ રીટર્નલ એઇડેડ પ્રોજેકટ સેન્ટ્રલ ગવર્નમેન્ટની અંતર્ગત એશીયન ડેવલપમેન્ટ બેંક મારફત સૈધ્ધાંતીક મંજુરી મળતા આ પ્રોજેકટ માટેની બ્લુ પ્રીન્ટ તૈયાર કરવા કન્સલ્ટન્ટની નીમણંક કરવામાં આવશે.

      આ ઉપરાંત શહેરના જુદા જુદા સ્થળોએ આવેલ ૧૧ ટ્રાફીક સર્કલો જનભાગીદારીની વાર્ષિક પ્રિમીયમ આધારીત ડેવલપ કરવા, નિયમીત કરદાતાઓને વિશેષ વળતર આપવા, કોર્પોરેશનનના ૪ હજાર સફાઇ કામદારો માટે ગરમ ગણવેશ કાપડ ખરીદવા સહીતની ૪૬ દરખાસ્તો અંગે સોમવારે મળનારી સ્ટેન્ડીંગ મીટીંગમાં નિર્ણય કરાશે.

 (03:56 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS