Samachar Rajkot

News of Friday, 19th May, 2017

ગરમી યથાવત રહેશે : ભેજ વધશે : વાતાવરણ અસ્થિર બનશે

દક્ષિણ - પશ્ચિમ ચોમાસુ હવે આગામી ચારેક દિવસ પ્રગતિ નહિં કરે : ગરમીમાં વધ-ઘટ જોવા મળશેઃ બફારો વધશે, પરસેવે રેપ-ઝેબ બનશો : કાલથી સાંજના પવનનું જોર વધશે : અશોકભાઈ પટેલની આગાહી

ગરમી યથાવત રહેશે : ભેજ વધશે : વાતાવરણ અસ્થિર બનશે

   રાજકોટ, તા. ૧૯ : છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય તાપ સાથે ઉકળાટ - બફારાનો અનુભવ થઈ રહ્યો છે. હજુ આગામી દિવસોમાં પણ ગરમીમાં કોઈ ખાસ ઘટાડો જોવા નહિં મળે. એક-બે દિવસ ગરમીમાં વધ-ઘટ જોવા મળશે. ભેજનું પ્રમાણ વધશે, જેના લીધે અસહ્ય બફારાનો અનુભવ થશે. પરસેવે રેબ-ઝેબ બની જશો. આવતીકાલથી વાતાવરણ પણ અસ્થિર બનશે. સાંજના સમયે પવનનું જોર વધશે.

   જાણીતા વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત ૧૪મીએ દક્ષિણ - પશ્ચિમ ચોમાસુ આંદામાન નિકોબાર ટાપુમાં બેસી ગયા બાદ અન્ય ભાગોમાં પણ બેસી ગયું હતું. દરમિયાન હવે આગલા ચારેક દિવસ દક્ષિણ - પશ્ચિમ ચોમાસુ ખાસ કંઈ પ્રગતિ કરે તેવા સંજોગો નથી. જયારે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં ગરમીનો માહોલ યથાવત છે. ગત અઠવાડીયે ગરમીનો પારો ૪૧ થી ૪૪ ડિગ્રી વચ્ચે જોવા મળેલ. ગરમ સેન્ટરોમાં વધુ મહત્તમ તાપમાન નોંધાયેલ.  દરમિયાન છેલ્લા બે દિવસથી વાતાવરણમાં થયેલ અસ્થિરતાના લીધે રાજકોટ અને અમરેલીની આસપાસના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડેલ હતો. કોઈ કોઈ જગ્યાએ કરા પણ પડ્યા હતા.

   અશોકભાઈ પટેલ તેની  આગાહીમાં  જણાવે છે કે તા. ૧૯ થી ૨૬ (શુક્રથી શુક્ર)ના સમયગાળા દરમિયાન તા. ૧૯ થી ૨૧ (શુક્રથી રવિ) દરમિયાન તાપમાન યથાવત ઉંચુ જ રહેશે. જયારે ૨૨ થી ૨૩ના એકાદ-બે દિવસ ગરમીમાં ઘટાડો થશે. જયારે પવનો પશ્ચિમના તો કયારેક દક્ષિણ - પશ્ચિમના અને કયારેક ઉત્તર - પશ્ચિમના ફૂંકાશે. સાંજના સમયે પવનનું જોર વધુ જોવા મળશે.

   તા. ૨૪-૨૫-૨૬ (બુધ-ગુરૂ-શુક્ર) દરમિયાન ગરમીમાં આંશિક વધારો જોવા મળે પણ સાંજના સમયે ભેજનું પ્રમાણ વધુ જોવા મળશે. બફારાનો અહેસાસ થશે.

   દરમિયાન હાલ ઉપલા લેવલની અસ્થિરતા આવતીકાલથી વધશે. હાલ ૩.૧ કિ.મી.એ ઉપલા લેવલે તા. ૨૧ થી ૨૬ (રવિથી શનિ) દરમિયાન ભેજનું પ્રમાણ વધુ રહેશે. (૩૭.૧૦)

 (02:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS