Samachar Rajkot

News of Friday, 19th May, 2017

બંધારણ, માનવ અધિકારો અને સરકાર : કાલે અકીબઅલીનું વ્યાખ્યાન

બંધારણ, માનવ અધિકારો અને સરકાર : કાલે અકીબઅલીનું વ્યાખ્યાન

   રાજકોટ તા. ૧૯ : લોકોને પોતાના અધિકારો અંગે જાણકારી મળે તેવા આશયથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસીએશન દ્વારા કાલે તા. ૨૦ ના રાજકોટમાં ખાસ વકતવ્યનો કાર્યક્રમ આયોજીત કરાયો છે.

   આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા  હ્યુમન રાઇટ્સ એસો.ના ગુજરાત અધ્યક્ષ ડો. શહેનાઝબેન બાબીએ જણાવેલ કે આજે માનવ અધિકારોનો છડે ચોક ભંગ થઇ રહ્યો છે. સમસ્યાઓ ઘટવાને બદલે વધવા લાગી છે. બંધારણનું મુલ્ય જળવાતુ નથી. ત્યારે લોકોને તેમના હકક અને અધિકારોથી વાકેફ કરવા રાજકોટ ખાતે ખાસ વકતવ્ય કાયક્રમનું આયોજન કરાયુ છે.

   કાલે તા. ૨૦ ના શનિવારે રાજકોટના અરવિંદભાઇ મણીઆર હોલ, જયુબેલી બાગ ખાતે 'બંધારણ, માનવ અધિકારો અને સરકાર' વિષય ઉપર વિદ્વાન સંશોધક ડો. અકીબઅલી સૈયદ માર્ગદર્શક વકતવ્ય આપશે. લોકોને બંધારણનું મહત્વ સમજાવી તેમના અધિકારોથી વાકેફ કરશે. દેશની સામાજીક સમસ્યાઓને ધ્યાને લઇ ચર્ચા કરશે.

   કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સોશ્યલ એકટીવીસ્ટ તથા અનુ.જાતિ ગુજરાત અધ્યક્ષ નૌશાદ સોલંકી ઉપસ્થિ રહેશે.

   આવતી કાલે શનિવારે મણીઆર હોલ ખાતે રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦ આયોજીત આ કાર્યક્રમમાં રસધરાવતા સર્વેને ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરાયો છે.

   તસ્વીરમાં 'અકિલા' ખાતે હ્યુમન રાઇટસ એસો. દ્વારા યોજીત કાર્યક્રમની વિગતો વર્ણવતા હ્યુમન રાઇટ એસો. ના ગુજરાત અધ્યક્ષ ડો. શહેનાઝબેન બાબી, અખિલ ગુજરાત સીપાહી સમાજ યુવા પાંખના સાજીદભાઇ ખોખર મો.૯૯૦૪૪ ૮૪૪૭૨), કોંગ્રેસ માઇનોરીટી સેલના પ્રમુખ યુનુસભાઇ જુણેજા, એસ.સી. સેલ કોંગ્રેસના નરેશભાઇ સાગઠીયા, અખિલ ગુજરાત સીપાહી સમાજના પ્રમુખ રસીદભાઇ કાઝી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૫.૨)

 (02:28 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS