Samachar Rajkot

News of Friday, 19th May, 2017

રમેશભાઇ ઓઝાનો રાજકોટ સાથે અતુટ નાતોઃ પ્રથમ કથા ૧૯૮૩માં થયેલ

દંત ચિકિત્સાલય-સંશોધનના લાભાર્થે લાભુભાઇ શુકલએ આયોજન કરેલ

   રાજકોટ, તા., ૧૯: હાલ રેસકોર્ષ મેદાનમાં પૂ. રમેશભાઇ ઓઝાની ભાગવત કથાનું આયોજન થયું છે. ત્યારે અહી ઉલ્લેખનીય છે કે,  પૂ. ભાઇશ્રી  રમેશભાઇ ઓઝાની સૌ પ્રથમ ૧૦૮ ભાગવત સપ્તાહ ગુજરાતના રાજકોટ ખાતે ૧૯૮૩માં ભારતના સુપ્રસિધ્ધ દંતવૈદ્ય શ્રી લાભશંકરભાઇ શુકલ એ આયુર્વેદ ડેન્ટલ રીસર્ચ સેવા ચેરી. ટ્રસ્ટ પુનીતધામ રતનપરના લાભાર્થે શાસ્ત્રીમેદાન રાજકોટ ખાતે આયોજીત કરેલ. ત્યાર બાદ પૂ. ભાઇશ્રીએ વિશ્વભરમાં વિશ્વકકલ્યાણ માટે કાર્યો કર્યા છે તે પ્રશંસનીય છે.

   આજે રતનપર ખાતે પુનીતધામમાં ગૌ માતાની ગૌશાળા તેમજ આયુર્વેદીક પધ્ધતી દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે દંત વિભાગ અને આયુર્વેદીક ઔષધી દ્વારા સારવાર આપવાનું સેવાકીય કાર્ય નિયમીત ચાલુ છે.

   શરદ પુનમના દિવસે નવરાત્રીમાં જ દમયજ્ઞની તૈયારી શરૂ થઇ જાય છે. પુનમના દિવસે ખીરમાં મિલાવીને પીવાની ઔષધી છેલ્લા રપ વર્ષથી નિયમીત આપવામાં આવે છે.

   ઉપરોકત કથા સમયે પૂ. શ્રી હરીચરણદાસ બાપુ પૂ. સંપુર્ણાનંદજી બાપુ, માઇ મંદિરના શ્રી મયુર કલાપીજી તેમજ હરીબાપા સોની તેમજ રમેશભાઇ કારીયા શ્રી મનહરભાઇ નથવાણી અનુબાપા વસાણી, પુ.શ્રી છગનભાઇ વસાણી, શ્રી મહેન્દ્રભાઇ વ્યાસ, આરટીઓ શ્રી રસીકભાઇ ગોળવાળા તેમજ સમગ્ર જનતાના સાથ સહકારથી ઉપરોકત આયોજન સફળ થયેલ. (૪.૧૨)

 (02:27 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS