Samachar Rajkot

News of Friday, 19th May, 2017

અનશન આરાધક વિજયભાઈ શાહના દર્શન કરતા વિજયભાઈ તથા અંજલીબેન રૂપાણી

અનશન આરાધક વિજયભાઈ શાહના દર્શન કરતા વિજયભાઈ તથા અંજલીબેન રૂપાણી

   રાજકોટ,તા.૧૯: થાન નિવાસી હાલ રાજકોટના સુશ્રાવક વિજયભાઇ કાંતિલાલ શાહે તા.૯ને મંગળવારના રોજ શ્રી જૈનચાલ સ્થા. જૈન સંઘ ખાતે ચર્તુવિધ સંઘની હાજરીમાં ત્રીજા મનોરથ એટલે યાવત જીવન અનશન વ્રતના પચ્ચકૃખાણ અંગીકાર કરેલ છે.અનશનવ્રત આરાધકના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દર્શન કરી સાતા પૂછી હતી. આ તકે તેમની સાથે તેમના ધર્મપત્નિ શ્રીમતી અંજલીબેન તથા પુત્ર રૂષભે પણ અનશન આરાધક વિજયભાઈ શાહના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીશ્રી સાથે રાજુભાઈ ધ્રુવ, નિલેશભાઈ શાહ, ડોલરભાઈ કોઠારી, ડો. દર્શિતાબેન શાહ, મયુરભાઈ શાહ, જીતુભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ તેમના પરિવારજનો સાથે વાતચીત કરેલ. શ્રીમતી અંજલીબેન પૂ. સતીવૃંદના દર્શન કરેલ. અમિનેષભાઇ રૂપાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મેયર- જૈમનભાઇ ઉપાધ્યાય, ડે- મેયર- દર્શીતાબેન શાહ, સ્ટે. ચેરમેન- પુષ્કરભાઇ પટેલ, નિતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી તથા ગો઼ડલ સંઘના પ્રમુખ પ્રવિણભાઇ કોઠારી, અર્હમ ગ્રુપના તુષારભાઇ મહેતા, લુક એન લર્નના તરૂબેન દોશી, ઇન્દીરાબેન કામદાર, નિતિનભાઇ કામદાર, વિતરાગ સંઘના પ્રમુખ- ભરતભાઇ દોશી, કોર્પોરેટર- કશ્યપભાઇ શુકલ વગેરે દર્શન અથે જૈનચાલ સંઘના આંગણે પધારેલ.

   પૂ. ગુરૂદેવ નમ્રમુનિ મ.સ. આર્શિવચન પાઠવેલ છે. ગોંડલ સંપ્રદાયના ગુરૂ પાણ એવમ મુકત- લીલમ- સન્મતી પરીવારના પૂ. મીનલબાઇ મ. તથા પૂ. શ્રેયાંસીબાઇ મ. ધર્માત્માને ધર્મ આરાધના કરાવી રહ્યા છે.સેવાભાવી પરેશભાઇ સંઘાણી સહીતની ટીમ તથા મહીલા મંડળ ખડેપગે સેવા પ્રદાન કરી રહેલ છે. દર્શનાર્થીઓને જૈનચાલ  ઉપાશ્રય ખાતે અનશન આરાધકના દર્શનનો લાભ લેવા શ્રી જૈનચાલ સંઘ તરફથી વિનંતી કરાઇ છે.(તસ્વીર : સંદિપ બગથરીયા)(૩૭.૩)

 (11:36 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS