Samachar Rajkot

News of Friday, 19th May, 2017

કણકોટના કોન્ટ્રાકટર પ્રકાશ ભોજાણીના રૂ. ૧૩II લાખ ફસાઇ જતાં ઘર છોડ્યું

પ્રેમજી ભોજાણી પૈસા આપતાં ન હોઇ જેથી માનસિક દબાણને લીધે ઘરેથી નીકળી ગયાની નાગરિક સુવિધા કેન્દ્રમાં ભાઇ કિશોર ભોજાણીની રજૂઆત

   રાજકોટ તા.૧૯: મોટા મવા પંચ રત્ન પાર્કથી આગળ કણકોટ પાસે ૨૫ ચો.મી. કવાર્ટરમાં રહેતાં અને બાંધકામના સરકારી કોન્ટ્રાકટ રાખી કામ કરતાં પ્રકાશ મંગાભાઇ ભોજાણી (ઉ.૩૬) નામના દલિત યુવાને પોતાની રૂ. સાડા તેર લાખની લેણી રકમ ફસાઇ જતાં માનસિક ટેન્શનને લીધે ઘર છોડી દેતાં તેના ભાઇ કિશોરભાઇએ નાગરિક સુવિધા કેન્દ્રમાં રજૂઆત કરતાં અને તાલુકા પોલીસ મથકમાં પણ જાણ કરતાં તપાસ શરૂ થઇ છે.

   કિશોરભાઇએ રજૂઆતમાં જણાવ્યું છે કે પ્રકાશ તા. ૧૫/૫ના સવારે સાડા અગિયારેક વાગ્યે ઘરેથી નીકળી ગયેલ છે. તેને અન્ય કોન્ટ્રાકટર પ્રેમજીભાઇ મેઘજીભાઇ ભોજાણી પાસેથી રૂ.૧૩,૩૦,૦૦૦ લેવાના થાય છે. ત્રણ વર્ષથી આ રકમ પ્રેેમજીભાઇ આપતાં ન હોઇ જેથી પ્રકાશભાઇ માનસિક દબાણમાં આવી ગયા હતાં. આ કારણે તે ઘર છોડીને જતાં રહેલ છે. તે કોઇ પગલું ભરે તો દબાણ ઉભુ કરનારા સામે પગલા લેવા કિશોરભાઇએ માંગણી કરી છે. (૧૪.૭)

 (11:34 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS