NRI Samachar

News of Friday, 19th May, 2017

અમેરિકા જવાનો ચસ્‍કોઃ યુ.એસ.સ્‍થિત ફિઆન્‍સ પાસે જવા આતુર ગુજરાતી મહિલાએ નેવીમેનને પતિ ગણાવ્‍યોઃ પતિના વીઝાના આધારે પોતે પણ વીઝા માંગતા ભાંડો ફુટયોઃ બનાવટી પતિ-પત્‍નીને BKC પોલીસ સ્‍ટશને ધકેલી દેતુ યુ.એસ.કોન્‍સ્‍યુલેટ

અમેરિકા જવાનો ચસ્‍કોઃ યુ.એસ.સ્‍થિત ફિઆન્‍સ પાસે જવા આતુર ગુજરાતી મહિલાએ નેવીમેનને પતિ ગણાવ્‍યોઃ પતિના વીઝાના આધારે પોતે પણ વીઝા માંગતા ભાંડો ફુટયોઃ બનાવટી પતિ-પત્‍નીને BKC પોલીસ સ્‍ટશને ધકેલી દેતુ યુ.એસ.કોન્‍સ્‍યુલેટ

         મુંબઇઃ પોતના ફિઆન્‍સ પાસે અમેરિકા જવા માટે યુ.એસ.ના વીઝા ધરાવતા એક  તેવી અધિકારીને પોતાના પતિ તરીકે દર્શાવી વીઝા મેળવવાનો પ્રયાસ કરનાર ગુજરાતી મગિલા કિરણ પરમાર તથા તેના કહેવાતા પતિ નિકોલસ જયુડને યુ.એસ. કોન્‍સ્‍યુલેટ ઓફિસએ BKC પોલીસ સ્‍ટેશનના હવાલે કરી દીધા છે તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

         પ્રાપ્ત વિગતો મુજબ નાદુરસ્‍ત તબિયતને કારણે બેરોજગાર બની ગયેલા નિવૃતિ નેવીમેન નિકોલસને ૧૫ લાખ રૂપિયા આપવાનું ઠરાવી તેની પત્‍ની તરીકે યુ.એસ. જવા ગુજરાતી મહિલા કિરણએ કારસો રહ્યો હતો. આ નેવીમેનના વીઝા જોતા તેમાં અનેક સિક્કા લગાવેલા હતા.પરંતુ તેની પત્‍ની એક વખત પણ તેની સાથે ગઇ ન હોવાનું જોવા મળતા કોન્‍સ્‍યુલેટ અધિકારીઓને શંકા ગઇ હતી. તેમજ આ બંને દંપતિ હોઇ શકે તેવું પણ લાગતુ નહોતુ. વળી કિરણનો અમેરિકા સ્‍થિત ફિયાન્‍સ પણગેરકાયદે વીઝા ધરાવતો હોવાથી તેને તેડાવી શકે તેમ નહોતો. આ બધી બાબતોને ધ્‍યાને લેતા ગ્‍ધ્‍ઘ્‍ પોલીસ  સ્‍ટેશનએ મોકલી દેવાયેલ મહિલા તથા તેના કહેવાતા પતિની ઉલટ તપાસ થઇ રહી છે. તેમજ તેનો એજન્‍ટ કોણ હતો તે જાણવા પણ ચક્રો ગતિમાન કરી દેવાયા છે.

          

          

 (09:34 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS