NRI Samachar

News of Friday, 19th May, 2017

શીખ અમેરિકન માનસીંઘ ઉપર વંશીય હુમલો કરનાર બંને આરોપીઓને ૩ વર્ષની જેલઃ ગયા વર્ષે માનસીંઘ ઉપર હુમલો કરી તેની ધાર્મિક ભાવનાના પ્રતિક સમાન લાંબા વાળ કાતરથી કાપી નાખ્‍યા હતા

શીખ અમેરિકન માનસીંઘ ઉપર વંશીય હુમલો કરનાર બંને આરોપીઓને ૩ વર્ષની જેલઃ ગયા વર્ષે માનસીંઘ ઉપર હુમલો કરી તેની ધાર્મિક ભાવનાના પ્રતિક સમાન લાંબા વાળ કાતરથી કાપી નાખ્‍યા હતા

         કેલિફોર્નિયાઃ યુ.એસ.સ્‍થિત શીખ અમેરિકન માનસિંઘ ખાલસા ઉપર હુમલો કરવાના આરોપસર કેલિફોર્નિયા કોર્ટએ ૨ વ્‍યક્‍તિઓ ચેઇસ લિટલે તથા કોલ્‍ટન લેબલાન્‍કને હેટક્રાઇમ આરોપસર ૩ વર્ષ માટે જેલમાં ધકેલી દીધા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

         ગયા વર્ષે સપ્‍ટેમ્‍બર માસમાં કેલિફોર્નિયાના રિચમન્‍ડ બે એરીયામાં શીખ અમેરિકન માનસીંઘને રોકી તેના મોઢા તથા માથા ઉપર પ્રહારો કરી તેની ધાર્મિક ભાવનાના પ્રતિકરૂપ લાંબા વાળ પણ આ બંને આરોપીઓએ કાતરથી કાપી નાખ્‍યા હતા.

         માનસીંઘ ઉપર હુમલો થયા બાદ તેને હેટ ક્રાઇમ ગણાવવા માટે શીખ કોલીશન દ્વારા સમગ્ર અમેરિકામાં ઝુંબેશ શરૂ કરાઇ હતી. કારણ કે તેના ઉપર હુમલો કરી ધાર્મિક પ્રતિક સમાન લાંબાવાળ કાપવાની ઘટના સમગ્ર શીખ સમાજ ઉપરના હુમલા સમાન હતી.

          

 (09:34 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS