NRI Samachar

News of Friday, 19th May, 2017

ફાઇનાન્‍શીયલ ચેમ્‍પીયન એવોર્ડ : બેકીંગ ક્ષેત્રે યશસ્‍વી કામગીરી બદલ વોલીસ સ્‍ટેટ બેન્‍ક દ્વારા શ્રી રાજીવ ભાવસારને એવોર્ડ : ઇન્‍ડિયા કલ્‍ચર સેન્‍ટર હ્યુસ્‍ટનના પ્રેસિડન્‍ટ તથા ગુજરાતના વલસાડના વતનીએ ભારતનું નામ રોશન કર્યુ

ફાઇનાન્‍શીયલ ચેમ્‍પીયન એવોર્ડ :  બેકીંગ ક્ષેત્રે યશસ્‍વી કામગીરી બદલ વોલીસ સ્‍ટેટ બેન્‍ક દ્વારા શ્રી રાજીવ ભાવસારને એવોર્ડ : ઇન્‍ડિયા કલ્‍ચર સેન્‍ટર હ્યુસ્‍ટનના પ્રેસિડન્‍ટ તથા ગુજરાતના વલસાડના વતનીએ ભારતનું નામ રોશન કર્યુ

         

         હ્યુસ્‍ટન :  બેંકીંગ ક્ષેત્રે યશસ્‍વી કામગીરી બદલ યુ.એસ. ના હ્યુસ્‍ટન સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજીવ ભાવસારનું પોલીસ સ્‍ટેટ બેંક દ્વારા ફાઇનાન્‍શીયલ ચેમ્‍પીયન એવોર્ડ આપી બહુમાન કરાયું હતું.

         હ્યુસ્‍ટન સ્‍થિત ઇન્‍ડિયા કલ્‍ચર સેન્‍ટરના બીજી ટર્મમાં પણ પ્રેસિડન્‍ટ તરીકે નિમાયેલા શ્રી ભાવસાર મૂવ ગુજરાતના વલસાડના વતની છે. તથા ૧૯૯૧ જી સાલથી હ્યુસ્‍ટનમાં સ્‍થાયી થયા છે. મેથેમેટીકસ વિષય સાથે એમ.એસ.ની ડીગ્રી ધરાવતા શ્રી ભાવસારએ યુનાઇટેડ બેંકમાં જોડાઇને કારકિર્દી શરૂ કર્યા બાદ તેઓ ૧૯૯૯ની સાલમાં લીટર ઇન્‍ડિયા ખાતેની યુનાઇટેડ સેન્‍ટ્રલ બેંકમાં જોડાયા હતા તથા ૧૯૧૧ ની સાલથી તેઓ વોલ્‍સ સ્‍ટેટ બેંકમાં જોડાયા હતા. જયાં ગ્રાહકોની સેવાઓ માટે તેમને બેંક દ્વારા ઉપરોકત એવોર્ડ એનાયત કરતો હતો.

         ઉલ્લેખનીય છે કે ૧૯૦૬ ની સાલમાં સ્‍થપાયેલી વોલ્‍સ સ્‍ટેટ બેંક ૧૧૧ વર્ષ જુની છે. તથા હ્યુસ્‍ટન, ડલાસ, સાન એન્‍ટોનિઆ, લોસ એન્‍જલસ સહિતના સ્‍થળોએ શાખાઓ ધરાવે છે તેવું IAN દ્વારા જાણવા મળે છે.

          

 (09:33 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS