NRI Samachar

News of Friday, 19th May, 2017

અમેરિકાઝ રિચેસ્‍ટ સેલ્‍ફ મેઇડ વીમેનઃ આપબળે આગળ આવેલી અમેરિકાની સૌથી વધુ શ્રીમંત ૧૦૦ મહિલાઓમાં ૨ ઇન્‍ડિયન અમેરિકનઃ ૫૬ વર્ષીય જયશ્રી ઉલ્લાસ ૨૧મા તથા ૬૨ વર્ષીય નિરજા શેઠી ૨૪મા સ્‍થાને

અમેરિકાઝ રિચેસ્‍ટ સેલ્‍ફ મેઇડ વીમેનઃ આપબળે આગળ આવેલી અમેરિકાની સૌથી વધુ શ્રીમંત ૧૦૦ મહિલાઓમાં ૨ ઇન્‍ડિયન અમેરિકનઃ ૫૬ વર્ષીય જયશ્રી ઉલ્લાસ ૨૧મા તથા ૬૨ વર્ષીય નિરજા શેઠી ૨૪મા સ્‍થાને

         વોશીંગ્‍ટનઃ ‘‘અમેરિકાઝ રિચેસ્‍ટ સેલ્‍ફ મેઇડ વીમેન'' ફોર્બ્‍સ મેગેઝીન દ્વારા ૧૭ મે.૨૦૧૭ના રોજ બહાર પડાયેલી ત્રીજા વર્ષની ૧૦૦ મહિલાઓની યાદીમાં ૨ ઇન્‍ડિયન અમેરિકન મહિલાઓએ સ્‍થાન હાંસલ કર્યુ છે.

         અમેરિકાની ૧૦૦ રિચેસ્‍ટ ઓફ મેઇડ મહિલાઓમાં ૨૧મું સ્‍થાન મેળવનાર ઇન્‍ડિયન અમેરિકન  મહિલા ૫૬ વર્ષીય સુશ્રી જયશ્રી ઉલ્લાલ ૨૧મું સ્‍થાન ધરાવે છે. જેઓ ટેકનોલોજી ઇન્‍ડસ્‍ટ્રીમાં ૮૪૦ મિલીયન ડોલરનું સામ્રાજય ધરાવે છે લંડનમાં જન્‍મેલા,  ભારતમાં ઉછરેલા, તથા કેલિફોર્નિયામાં સ્‍થાયી થયેલા ઉલ્લાલ કોમ્‍યુટર નેટવર્કીગ ફર્મ એરિસ્‍ટા નેટવર્કસના ચિફ એકઝીકયુટીવ ઓફિસર છે.

         જયારે ૨૪ મા સ્‍થાને બિરાજનાર ઇન્‍ડિયન અમેરિકન મહિલા ૬૨ વર્ષીય સુશ્રી નિરજા શેઠી ૭૫૦ મિલીયન ડોલરનું સામ્રાજય ધરાવે છે. તેઓ ફલોરિડામાં સ્‍થાયી થયા છે તથા આઇ.ટી.કન્‍સલ્‍ટીંગ કંપની સિન્‍ટેલના વાઇસ પ્રેસિડન્‍ટ છે.

          

 (09:32 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS