NRI Samachar

News of Friday, 19th May, 2017

યુ.કેમાં લોફટોન ટાઉન મેયર તરીકે ચૂંટાઇ આવતા ભારતીય મૂળના શ્રી ફિલીપ અબ્રાહમઃ છેલ્લા એક વર્ષથી ડેપ્‍યુટી મેયર તરીકે જવાબદારી સંભાળતા હતા

યુ.કેમાં લોફટોન ટાઉન મેયર તરીકે ચૂંટાઇ આવતા ભારતીય મૂળના શ્રી ફિલીપ અબ્રાહમઃ છેલ્લા એક વર્ષથી ડેપ્‍યુટી મેયર તરીકે જવાબદારી સંભાળતા હતા

         લંડનઃ યુ.કે.ના લોફટોનમાં મેયર તરીકે ભારતીય મૂળના શ્રી ફિલીપ અબ્રાહમ ચૂંટાઇ આવ્‍યા છે.

         ૨૦૧૨ની સાલમાં કાઉન્‍સીલર તરીકે ચૂંટાયા બાદ ૨૦૧૬ની સાલમાં પણ ફરી વખત ચૂંટાઇ આવનાર શ્રી ફિલીપ છેલ્લા એક વર્ષથી ડેપ્‍યુટી મેયર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મેયરતરીકે ચૂંટાઇ આવતા તેમણે હર્ષ તથા રોમાંચ  વ્‍યક્‍ત કર્યો હતો.

         શ્રી ફિલીપ કેરાયાના વતની છે તથા યુ.કે. કેરાલા બિઝનેસ ફોરમના ફાઉન્‍ડર અને બ્રિટીશ સાઉથ ઇન્‍ડિયા કાઉન્‍સીલ ઓફ કોમર્સના કો-ફાઉન્‍ડર છે તેઓ એલ્‍ડરટોન વોર્ડનું પ્રતિનિધિત્‍વ કરે છે તેમજ ભારતીય કોમ્‍યુનીટી સાથે નિકટ સંબંધો ધરાવે છે. શ્રી અબ્રાહમના વડપણ હેઠળ મળેલી મીટીંગમાં ડેપ્‍યુટી મેયર તરીકે કાઉન્‍સીલર સ્‍ટીફન મુરે ચૂંટાઇ આવ્‍યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

          

 (09:31 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS