NRI Samachar

News of Friday, 19th May, 2017

‘‘CEO ઓફ ધ ઇયર'': વિશ્વ સ્‍તરે ઉચ્‍ચતમ ગણાતો એવોર્ડ બ્રિટન સ્‍થિત ભારતીય મૂળના સ્‍ટીલ ટાયકૂન શ્રી સંજીવ ગુપ્‍તાને ફાળેઃ યુ.કે ભારત તથા વિદેશોમાં સ્‍ટીલ કંપનીઓ હસ્‍તગત કરી સફળ સંચાલન દ્વારા પરિવર્તન લાવવાનું શ્રેય

         લંડનઃ બ્રિટન સ્‍થિત ભારતીય મૂળના સ્‍ટીલ ટાયકૂન શ્રી સંજીવ ગુપ્‍તાને વિશ્વ સત્રે ઉચ્‍ચ ગણાતો એવોર્ડ ‘‘CEO ઓફ ધ ઇયર''  એનાયત થયો છે

         યુ.કે. ભારત તથા વિદેશોમાં પણ સ્‍ટીલ કંપનીઓ હસ્‍તગત કરી તેના સફળ સંચાલન દ્વારા પરિવર્તન લાવવા બદલ લિબર્ટી હાઉસ ગૃપના એકઝી કયુટીવ ચેરમેન શ્રી ગુપ્‍તાને ગઇકાલ ગુરૂવારે લંડન મુકામે એવોર્ડ આપી સન્‍માનિત કરાયા હતા.

         એવોર્ડ સ્‍વીકારતી વખતે શ્રી ગુપ્‍તાએ પોતાની કંપનીઓના પ હજાર જેટલા સ્‍ટાફની જહેમતને શ્રેય આપ્‍યો હતો. તેમણે માત્ર ૧૮ માસના ગાળામાં ૫૦૦ મિલીયન પાઉન્‍ડનું રોકાણ કરી યુ.કે.ની પ હજાર જેટલી નોકરીઓ બચાવી હતી. તેમની કંપની ઉચ્‍ચ કક્ષાનું સ્‍ટીલ ઓટોમેટીવ, એરોસ્‍પેસ, તથા અન્‍ય વિશઅવ વ્‍યાપ્ત કંપનીઓને પુરૂ પાડે છે તેમણે ગ્રીન સ્‍ટીલ બિઝનેસ મોડેલ અપનાવ્‍યું છે.જે ઓછામાં ઓછા કાર્બનના નિર્માણ થકી રીન્‍યુએબલ એનર્જીનું નિર્માણ કરે છે.

 (09:29 pm IST)
 
Share This News

Facebook
Twitter
Blogger
 
Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS