NRI Samachar

News of Friday, 19th May, 2017

યુ.એસ.માં ન્યુજર્સી લીડરશીપ પ્રોગ્રામના ઉપક્રમે ''પોલિટીકસ એન્ડ સ્પાઇસ'' પ્રોગ્રામનું લોન્ચીંગ : સાઉથ એશિયન યુવા પેઢીને સ્થાનિક રાજકીય ક્ષેત્રે, વહીવટી તેમજ મિડીયા ક્ષેત્રે ઉપરાંત વ્યવસાય સહિતના તમામ ક્ષેત્રોમાં નેતૃત્વ પુરૂ પાડવા પ્રોત્સાહિત કરવાનો હેતુ

યુ.એસ.માં ન્યુજર્સી લીડરશીપ પ્રોગ્રામના ઉપક્રમે ''પોલિટીકસ એન્ડ સ્પાઇસ'' પ્રોગ્રામનું લોન્ચીંગ : સાઉથ એશિયન યુવા પેઢીને સ્થાનિક રાજકીય ક્ષેત્રે, વહીવટી તેમજ મિડીયા ક્ષેત્રે ઉપરાંત વ્યવસાય સહિતના તમામ ક્ષેત્રોમાં નેતૃત્વ પુરૂ પાડવા પ્રોત્સાહિત કરવાનો હેતુ

            (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી : અમેરિકામાં વસતા સાઉથ એશિયન યુવાનોને સ્થાનિક રાજકીય ક્ષેત્રે, વહીવટી તેમજ મિડીયા ક્ષેત્રે, ઉપરાંત વ્યવસાય સહિતના તમામ ક્ષેત્રોમાં આગળ વધવા તેમજ નેતૃત્વ પુરૂ પાડવાની તાલિમ આપાતા ''ન્યુજર્સી લીડરશીપ પ્રોગ્રામ''ના ઉપક્રમે ''પોલિટિકસ એન્ડ સ્પાઇસ'' પોડકાસ્ટનું લોન્ચીંગ કરાયું છે.

            દર બે મહિને બીજા સોમવારે દર્શાવાતુ પોડકાસ્ટ iTunes Google Play, Stitcher સહિતના પ્રોવાઇડર્સ મારફત સાંભળી શકાશે. ખાસ કરીને યુવા પેઢી જે ક્ષેત્રોમાં બહુ ઓછી જોવા મળે છે તેવા મહત્વના તમામ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાનો હેતુ છે તેવું ન્યુજર્સી લીડરશીપ પ્રોગ્રામના પ્રેસિડન્ટ શ્રી અમિત જાનીએ જણાવ્યું હતું.

            પોલિટીકસ એન્ડ સ્પાઇસ પોડકાસ્ટમાં સાઉથ એશિયનનોએ પોતપોતાના વ્યવસાય સહિતના ક્ષેત્રોમાં બજાવેલી યશસ્વી કામગીરી દર્શાવાશે.

            આ વખતના પોડકાસ્ટના ગેસ્ટસ તરીકે કોંગ્રેસમેન તરીકે ચૂંટાઇ આવેલા શ્રી ફ્રાંક પાલ્લોન, ન્યુજર્સીના એડિસન કાઉન્સીલ વુમન સુશ્રી સપના શાહ, વાઇસ પ્રેસિડન્ટ ડિક ચેન્નેના ચિફ પોલીસી એડવાઇઝર તથા ડેઇલી કોલ્લીના ફાઉન્ડર શ્રી નેઇલ પટેલ, પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના સીનીયર એડવાઝરશ્રી વિક્રમ ઐયર તથા TV Asia ન્યુઝ ડીરેકટર શ્રી રોહિત વ્યાસનો સમાવેશ થાય છે.

            વિશેષ માહિતી NJLP પોલિટીકસ એન્ડ સ્પાઇસ પોડકાસ્ટ http://njlead.org/ podcast-2 દ્વારા મેળવી શકાશે. તેવું શ્રી અમિત જાનની યાદીમાં જણાવાયું છે.

             

 (12:18 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS