NRI Samachar

News of Thursday, 18th May, 2017

સીનીયર સીટીઝન પરિવાર ઓફ એલ્‍જીનના સભ્‍યોએ મધર્સ ડેની કરેલી શાનદાર ઉજવણી : સંગીતના કાર્યક્રમનું કરાયેલું આયોજન અને મોટા ભાગના સીનીયર સભ્‍યોએ આનંદ માણ્‍યો

સીનીયર સીટીઝન પરિવાર ઓફ એલ્‍જીનના સભ્‍યોએ મધર્સ ડેની કરેલી શાનદાર ઉજવણી : સંગીતના કાર્યક્રમનું કરાયેલું આયોજન અને મોટા ભાગના સીનીયર સભ્‍યોએ આનંદ માણ્‍યો

         (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) : સીનીયર સીટીઝન પરિવાર ઓફ એલ્‍જીનના સભ્‍યોએ મે મહિનાની ૧૩ મી તારીખને શનિવારે મધર્સ ડેની રંગેચંગે ઉજવણી કરી હતી અને આ પ્રસંગે મહેમાન તરીકે ડો. ચંદ્રકાંત મોદી, સુરેશ બોડી વાલા તથા કનુભાઇ હાથી પધાર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ સ્‍ટ્રીમવુડ હાઉસનમાં આવેલ ઓલ્‍ડ ચર્ચમાં ઉજવવામાં આવ્‍યો હતો અને તે પ્રસંગે મોટી સંખ્‍યામાં સીનીયર ભાઇ-બહેનોએ હાજરી આપી હતી.

         મધર્સ ડેની ઉજવણીની શરૂઆતમાં દિપ પ્રાગટયની વિધિ આ સમગ્ર કાર્યક્રમના સ્‍પોન્‍સર્સ પ્રવિણાબેન અને રીનાબેન સુવાગીઓના દર હસ્‍તે કરવામાં આવી હતી અને ત્‍યાર ગણેશ સ્‍તુતિ રજૂ કરવામાં આવી હતી.

         આ પ્રસંગે આ સીનીયર સંસ્‍થાના ચેરમેન દેવ સુવાગીયાએ હાજર રહેલા તમામ સભ્‍યોને આવકાર આપીને ભારતીબેન શુકલને આ કાર્યક્રમનું પ્રમુખ સ્‍થાન શોભાવવા વિનંતી કરી હતી. ત્‍યારબાદ સંસ્‍થાના સેક્રેટરી જય દેસાઇએ પણ સર્વે સભ્‍યોને આવકાર આપી આ સંસ્‍થા દ્વારા જે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ સીનીયરોના હિતાર્થે કરવામાં આવે છે તેની આઢેરી રૂપરેખા આપી હતી અને સૌ સભ્‍યો દ્વારા સંસ્‍થા દ્વારા જે કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમાં જરૂરી સહકાર આપવા બદલ સૌનો તેમણે આભાર માન્‍યો હતો અને ત્‍યાર બાદ તેમણે નલીનકાંત શુકલને મધર્સ ડેની ઉજવણી પ્રસંગે સર્વે હાજર રહેલી માતાઓને આશીર્વાદ આપવા માટે નમ્ર વિનંતી કરી હતી.

         આ વેળા આ સંસ્‍થાના પ્રમુખ ભરતભાઇ ઠક્કરે તેમજ ભરતભાઇ અને પ્રવિણાબેન આચાર્યને આ પ્રસંગને અનુરૂપ સુંદર ગીતો રજૂ કરીને સભ્‍યોના મન પ્રફુલ્લીત કરવા વિનંતી કરી હતી. આ વેળા ભરતભાઇ સુવાગીયાએ મધર્સ ડેની ઉજવણી પ્રસંગે સુંદર વકતૃવ્‍ય રજૂ કર્યુ  હતું અને દરેક વ્‍યીકતના જીવનમાં માતાનું સ્‍થાન શું છે તેની વિસ્‍તૃત માહિતી આપી હતી.

         આ સીનીયર એસોસીએસનના સભ્‍યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને અંતે સ્‍વાદિષ્‍ટ ભોજનને ન્‍યાય આપીને સૌ વિખેરાયા હતા.

          

 (11:23 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS