NRI Samachar

News of Thursday, 18th May, 2017

‘‘રેડ સાડી ઈવેન્‍ટ'' : યુ.એસ.માં જર્સી સીટી મેડિકલ સેન્‍ટરના ઉપક્રમે યોજાઈ ગયેલો પ્રોગ્રામ : સાઉથ એશિયન પ્રજાજનોમાં જોવા મળતા マદયરોગના વધુ પ્રમાણ સામે જાગૃતિ લાવવાનો હેતુ : પ્રોગ્રામમાં ઉપસ્‍થિત તમામ મહેમાનો લાલ વસ્‍ત્રો પરિધાન કરીને આવ્‍યા

‘‘રેડ સાડી ઈવેન્‍ટ'' : યુ.એસ.માં જર્સી સીટી મેડિકલ સેન્‍ટરના ઉપક્રમે યોજાઈ ગયેલો પ્રોગ્રામ : સાઉથ એશિયન પ્રજાજનોમાં જોવા મળતા マદયરોગના વધુ પ્રમાણ સામે જાગૃતિ લાવવાનો હેતુ : પ્રોગ્રામમાં ઉપસ્‍થિત તમામ મહેમાનો લાલ વસ્‍ત્રો પરિધાન કરીને આવ્‍યા

         (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : યુ.એસ.માં વસતા સાઉથ એશિયન પ્રજાજનોમાં વધી રહેલા દયરોગના પ્રમાણ સામે જાગૃતિ લાવવા માટે આરોગ્‍ય વિષયક જાણકારી તથા માર્ગદર્શન આપવા જર્સી સીટી મેડીકલ સેન્‍ટરના ઉપક્રમે મેરીટાઈમ પાર્કમાં ‘‘રેડ સારી ઈવેન્‍ટ'' નું આયોજન કરાયું હતું.

         આ તકે જર્સી સીટી મેડીકલ સેન્‍ટરના પ્રેસિડન્‍ટ તથા CEO જોસેફ એફ સ્‍ટોટએ જણાવ્‍યું હતું કે હાર્ટ ડીસીઝથી બચવા માટે યોગ્‍ય પોષણક્ષમ આહાર, એકસરસાઈઝ તથા લાઈફ સ્‍ટાઈલનું નિર્માણ કરવું જરૂરી છે. તે માટે જાગૃતિ લાવવા ખાસ રેડ સારી ઈવેન્‍ટ'નું આયોજન કરાયું છે.

         આ ઈવેન્‍ટમાં હાજર રહેલા તમામ મહેમાનોએ કલરફુલ બંધગળા અથવા જોધપુરી કોટ અથવા રેડ સારી પહેરી જાગૃતિ અભિયાનને સમર્થન ઘોષિત કર્યું હતું. ભારતમાં લાલ કલર ખુશીનો પ્રસંગ વ્‍યક્‍ત કરવા માટે સુવિખ્‍યાત છે.

         જર્સી સીટી મેડીકલ સેન્‍ટરના ઈન્‍ટરનેન્‍શનલ કાર્ડિયોલોજીસ્‍ટ પ્રજ્ઞેશ ગઢવી M.D. એ જણાવ્‍યું હતું કે દયને લોહી પહોંચાડતી રક્‍તવાહિનીઓ ને લગતી તકલીફ હાર્ટ ડીસીઝથી મૃત્‍યુ થવા માટેનું સૌથી મહત્‍વનું કારણ છે જે આ હાર્ટ ડીસીઝથી થતા મૃત્‍યુમાં ૩૦ ટકા જેટલું જોવા મળ્‍યું છે. નવાઈની વાત એ છે કે અડધાથી વધારે સાઉથ એશિયન પ્રજાજનો જોવા મળ્‍યા છે.

         તાજેતરમાં થયેલા સર્વે મુજબ જર્સી સીટીમાં ૩૦ હજાર જેટલી સાઉથ એશિયન લોકોની વસતિ છે. જે ન્‍યુજર્સીમાં સૌથી વિશેષ ધ્‍યાન દોરનારી બની રહે છે. આ સાઉથ એશિયનોમાં ભારત, પાકિસ્‍તાન, બાંગલાદેશન, નેપાળ, ભૂતાન, માલદિવસ તથા શ્રીલંકાના વતનીઓનો સમાવેશ થાય છે.

         દયરોગને લગતી વિશેષ માહિતિ તથા માર્ગદર્શન તેમજ આગામી પ્રવૃતિઓ વિષયક જાણકારી માટે જર્સી સીટી મેડિકલ સેન્‍ટર ૨૦૧-૯૧૫-૨૪૪૮ અથવા JCMCHearthealth@rwjbh.org નો સંપર્ક સાધવા તથા અવારનવાર એક કરાવચા રહેવા જણાવાયું છે. તેવું ડો. પ્રજ્ઞેશ ગઢવી વતી સેન્‍ટરના માર્કેટીંગ એન્‍ડ કોમ્‍યુનીટી ડીરેકટર કેલિન કેન્‍ડાલ્લ (૨૦૧-૨૪૦-૨૪૭૨) ની યાદીમાં જણવાયું છે. ઉલ્લેખનીય છે કે આ RED SARI શબ્‍દનો અર્થ આયોજકોએ દર્શાવ્‍યા મુજબ R-recognise, E-educate, D-determine, S-screening, A-advice, R-react , I-improve તેવો કરી બતાવાયો છે.

          

 (11:22 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS